________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૫ રત્નચડ–“ જેવી કુમારની આશા ! હાલ તે મારા વિયોગથી મારા પિતા મુંઝાતા હશે અને મારી માતા તો ઘેલી થઈ ગઈ હશે, માટે તેઓનાં મનને શાંતિ આપવા માટે મારે તેમની પાસે છેડે વખત જવાની જરૂર છે, ત્યાર પછી તારા હુકમ પ્રમાણે સર્વ વ્યવસ્થા કરીશ. આ બાબતમાં તારે જરા પણ શંકા રાખવી નહિ કે મનમાં સંકલ્પવિક૯પ કરવા નહિ.”
સંસારમાં સાર: સજન મેળાપ, સજજનથી છૂટા પડતાં થતો ખેદ,
ત્રણેને પ્રેમ, આભાર, સૌજન્ય વિમળ-“બંધુ રતચૂડ ! ત્યારે શું તારે જવું જ છે?”
રબચડ–“ભાઈ વિમળ! તારી સોબતરૂપ અમૃતના ચૂર્ણને એક વાર સ્વાદ લીધા પછી હવે મારે અહીંથી જવું છે એમ કહેતાં મારી જીભ ઉપડતી નથી. કારણ કે જડ હોય છે તેના ઉપર પણ જે સજજનની નજરે પડે છે તે સંતોષથી ભરપૂર થઈ જાય છે; દાખલા તરીકે ચંદ્રમાને ઉદય થાય છે એટલે કુમુદ (કમળની જાત) જડ છતાં પણ ચંદ્રદર્શનથી વિકસ્વર થઈ જાય છે. તે જડ પ્રાણુને પણ ક્ષણવારમાં સજજન ઉપર એટલી પ્રીતિ બંધાઈ જાય છે કે જીવતાં તેને છોડીને તે બીજી કઈ જગ્યાએ જતો નથી. વળી અનેક પ્રકારનાં અનંત દુઃખોથી ભરપૂર આ સંસારમાં જ અમૃત જેવું કાંઈ પણ હોય તે તે સજન સાથે ચિત્તને મેળાપ જ છે એમ સમજવું. જે આ દુનિયામાં વિરહરૂપ મેઘર ન હોત તે સજજનસંગ જેવી અમૂલ્ય બાબતના બરાબર બે કટકા કરનાર બીજી કઈ વસ્તુ હોઈ જ ન શકત. જે પ્રાણુ સજજન પુરૂષને એક વખત મેળવીને છોડી દે છે તે મૂર્ખ ચિંતામણિરન અમૃત અથવા તો કલ્પવૃક્ષને મેળવીને તેને સમજણ વગર ત્યાગ કરે છે એમ સમજવું. હે કુમાર ! તારા વિરહના મહા ત્રાસથી મારે તારી પાસેથી જવું છે એમ બેલતાં જીભ તાળવે લાગે છે. અહીંથી જવું છે એવો શબ્દ તારી આગળ હું કઈ રીતે બોલી શકતો નથી. અરે! તારી પાસે એ શબ્દ બેલ એ તો ખરેખર મને વજના અગ્નિ જેવો આકર લાગે છે, ઘણે કઠેર લાગે છે, અરે ! એ શબ્દ મારા મુખમાંથી નીકળી પણ શકતો નથી, છતાં મારા માતાપિતાને અત્યારે મારે માટે ઘણી ચિંતાનું કારણ થઈ પડેલ હેવું જ જોઈએ, તેથી તેમની ખાતર અને તેમને નિરાંત વાળવા ખાતર મારે અત્યંત લાચારીએ તને કહેવું પડે છે કે મારે હવે અહીંથી તેમની પાસે જવું પડશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org