________________
પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતત્ત્વપરિચય. ૧૧૮૧ બીભત્સ હવે, માથે ત્રણ ખુણાંવાળું જણાતું હતું, ડેક લાંબી અને વાંકીચૂંકી લાગતી હતી, નાક તદ્દન ચપટું દેખાતું, દાંત છૂટા છુટા આડાઅવળા અને દેખાવમાં વિકરાળ લાગતા હતા, પેટ મોટું લાંબુ અને વિચિત્ર લાગતું હતું અને એકંદરે તેમનું આખું શરીર એટલું ખરાબ લાગતું હતું તેમજ એટલું કદરૂપું જણાતું હતું કે જેનારને તેની સામું જોવાથી ઉલ ઉદ્વેગ થઈ આવે. તેમનામાં જે જરા પણ પસંદ કરવા જેવી બાબત જણાતી હોય તે તે એક જ હતી અને તે એ હતી કે તેઓશ્રી ઘણું મધુર અને ગંભીર સ્વરથી અને સ્પષ્ટ સમજી શકાય તેવા વર્ણ અને ઉચારથી સુંદર ભાવાર્થવાળી ભાષામાં આકઈક રીતે ધર્મ કહી રહ્યા હતા. આ હકીકત જોતાં દૂરથી જ મારા મનમાં વિચાર થયો કે આ તપસ્વી મહારાજ વાત તો બહુ ઊંચા પ્રકારની કરે છે, તેમનું શબ્દગાંભીર્ય પણ ઘણું સારું જણાય છે, પણ જેવી ઊંચી શૈલીની તેઓ વાતો કરે છે અને તેનામાં જે ગુણો
સ્પષ્ટ દેખાય છે, તે પ્રમાણે તેઓશ્રીનું રૂપ નથી. અસ્તુ, ગમે તેમ હે-આ પ્રમાણે વિચાર કરતો કરતો હું તો ચૈત્યમાં દાખલ થઈ ગયે. મંદિરમાં દાખલ થઈને મેં તો ભગવાનના બિંબ સાથે મારી
નજરને જોડી દીધી. બીજી સર્વ સાંસારિક અને રચૂડનું દેવ- બહારની વાતો વિસરી ગયે. મેં ભગવાનના બિંબ પૂજન કાર્ય. ઉપરથી નિર્માલ્ય ( જુના ફલ ચંદન આદિ ) ઉતાય.
બરાબર પ્રમાર્જન કરી કઈ જીવજંતુ ન રહે તેનો ઉપયોગ કયો, પછી ભગવાનના શરીરને જળ વડે પ્રક્ષાલન કરી લુહીને સારી રીતે વિલેપન કર્યું, પૂજા કરી અને કૃલના સમૂહને પ્રભુના શરીર પર ચઢાવી ચારે બાજુએ પણ પાથર્યા, મંગળદીપક પ્રગટ ક, સુગંધી ધૂપ કર્યો, પછી ('ત્રીજી નિસહી કહીને ) સર્વ દેવમંદિર કાર્યને પણ નિવેધ કર્યો, બેસવાની જગા બરાબર પુંછ, જમીન પર બે ઘુંટણ અને બે હાથના તળીઓ મૂક્યાં ભગવાનના મુખ ઉપર
૧ નિસહીઃ-નધિકી. દેવપૂજનમાં ત્રણ વખત નિશીહિ કહેવાની છે. પ્રથમ નિસહીથી સંસારકાર્યને પ્રતિબંધ થાય છે, બીજથી મંદિર સંબધી કાર્યનો નિષેધ થાય છે અને ત્રીજથી દ્રયન સંબંધી કાર્યને પ્રતિધ થાય છે. ( જુઓ દેવવંદન ભાષ્ય ગાથા ૮ મી. ).
૨ જીવજંતુ ન રહે તેવી રીતે (મોરપીંછી વડે) પ્રમાર્જન કર્યું.
૩ પંચાંગ ગામ-ખમાસમણુમાં એ ચાર ઉપરાંત લલાટને જમીન પર લગાડવાને વિધિ છે. (દે. વં, ભા, ગા. ૨૫ મી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org