________________
પ્રકરણ ૬] વિમળનું ઉત્થાન-દેવદર્શન.
૧૧૮૧ પંક્તિથી બિરાજમાન થયેલું હતું, દૂરથી નજર કરતાં વિજળીના ચમકારારૂપ વલયયુક્ત શર ઋતુમાં આકાશમાં વાદળાં શોભે તેવી શોભાને ધારણ કરતું હતું; સુંદર શોભતા વજ વૈર્ય અને પદ્મરાગ ( હીરા, રત્ર અને માણેક) મણિઓના તેજથી અંધકારનો સંબંધ તેણે દૂર કર્યો હતો અને તેને પ્રકાશ ઘણે દૂર સુધી સ્પષ્ટ જણાતો હતો; ઝગઝગાયમાન થતા અત્યંત સ્વચ્છ અને નિર્મળ સ્ફટિક અને મણિઓની બનાવેલી ફરસબંધીમાં સંક્રમ પામેલા સેનાના થાંભલાઓ એ વિશાળ પ્રાસાદમાં રમણીય શોભા આપતા હતા; એના થાંભલાઓ ઉપર જડેલા લાલ પરવાળાના કિરણુસમૂહથી તે પર લટકતી મેતીની માળાઓની ઝુલે લાલ રંગની લાગતી હતી; એ લટકતી મેતીની માળાઓની ઝુલેમાં જડેલાં લીલાં રન (મરકત) નાં કિરણથી શ્યામ જેવા દેખાતા સુંદર સફેત ચામરે પાસે બેઠવાઈ ગયેલા હતા; એ ધોળા ચામરોના સમૂહના માં ( હેડલમાં) જડેલા સેનાના તેજથી ઉપરનું આખું કાચનું મંડળ પીળા રંગનું દેખાતું હતું; વળી એ ઉપર જડેલા કાચના મંડળમાં અહીં તહીં લાલ ચુનીઓની હારે જડવામાં આવી હતી અને એ મણિઓની હારની નીચે શુદ્ધ સોનાની ઘુઘરીઓની જાળ લટકાવવામાં આવી હતી-આવા અનુપમ સૌદર્યવાળા સુંદર પ્રાસાદમાં પ્રવેશ કરીને યુગાદિનાથની પ્રતિમાનું સવએ દર્શન કર્યું,
એ સુવર્ણનું બનાવેલ ભગવાનનું બિંબ એકદમ મનને હરણ કરી લે તેવું હતું, વિકાર વગરનું દેખાતું હતું, ખોટા ભભકા કે ખટાટોપ વગરનું લાગતું હતું, એકદમ શાંત જણાતું હતું, બહુ પ્રિય લાગે તેવું હતું અને એણે પિતાની પ્રભા ચારે તરફ ફેલાવી દીધી હતી.
તે વખતે સાથે આવેલા ચારે જણે અત્યંત આનંદપૂર્વક અને હર્ષથી આંખો ઉઘાડી ઉઘાડીને જિનબિંબનાં દર્શન કર્યા અને યુગાદિનાથને વારંવાર પ્રણામ કર્યા. ત્યાર પછી રચૂડ અને ચૂતમંજરીએ પ્રભુબિંબને વિધિપૂર્વક વંદન કર્યું, તે વખતે પવિત્ર આનંદની ઉર્મિઓ ઉછળતાં તેઓને આખે શરીરે રોમાંચ ખડા થઈ ગયા.
મૂર્તિદર્શનથી વિલાસ, ગુણાનુરાગથી જાતિસ્મરણ,
પ્રેમમૂછને ઉપચાર-ચેતના. ચર અને અચર ત્રણે ભુવનના સર્વ ના બંધુ એ ભગવા
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org