________________
પ્રકરણ ૭ ]
વિમળનું ઉત્થાન-ગુરૂતત્ત્વપરિચય.
૧૧૮૭
“ મળે ત્યારેજ નિરાંત વળે છે, મતલબ એને સ્વપરાક્રમથી મેળવેલા “ હાથીના માંસથીજ સંતાષ થાય છે. ઊંદરને ચાખાના દાણા ખાવાના “ મળી જાય તેા ઊંચા નીચા થઇને નાચવા કૂદવા મંડી જાય છે અને “ ડાકલી વગાડે છે ત્યારે હાથીને તે ઘણું સુંદર ભેાજન બહુ પ્રયાસથી “ આપવામાં આવે છે ત્યારે પણ તે તદ્દન બેદરકારીથી ખાય છે. “ જેમને તત્ત્વજ્ઞાનનું દર્શન થયેલ હેતું નથી તેવા મૂઢ પ્રાણીઓ “ નાના—ટુંકા મનવાળા હેાય છે અને તેઓને તેા જરા ધન કે રાજ્ય “ મળી જાય એટલે તે અભિમાનમાં આવી ઊંચાનીચા થઇ જાય છે અને હે મિત્ર ! તને તેા અગાઉ જ્યારે મેં ચિંતામણિ રત્ન જેવું મહા મૂલ્યવાન અને ફળદાયી રત્ન આપ્યું ત્યારે પણ તું સ્થૂળ આનંદઃ । તદ્દન મધ્યસ્થ રહ્યો હતેા, તારા મનપર કોઇ આત્મિક આનંદ પણ પ્રકારની અસર થયેલી ન હેાતી અને તારા ઉપર હર્ષની એક રેખા પણ મારા નીરખવામાં આવી નહાતી. જો કે એ વસ્તુની પ્રાપ્તિ એવી ઉત્તમ હતી કે કોઇ સાધારણ મનુષ્ય હાત તા એવી પ્રાપ્તિથી તે ઘણા જ આનંદમાં આવી જાય, છતાં તને કાંઇ ન થયું અને અત્યારે જ્યારે સર્વમાર્ગની તને પ્રાપ્તિ અને પ્રતીતિ થઈ ત્યારે તારા શરીરમાં રોમાંચ ખડા થઇ ગયા, તને અપૂર્વ આનંદ થયા અને તારા આખા શરીરમાં હર્ષ સ્પષ્ટ જણાઇ આવ્યા છે. માટે ભાઇ! તું ખરેખર શ્રેષ્ઠ પુરૂષ છે. હવે મારે તને એક જ મામત કહેવાની છે કે ભાઇ ! તારે મારૂં આટલું બધું એહશાન માનવાની કાંઇ પણ જરૂરી નથી અને જાણે કે હું તારા ગુરૂ હાઉ એવા આરેપ કરવાની
૧ નીતિના ગ્રંથમાં એક આવે જ લેાક આવે છે તે વિચારવા યેાગ્ય છે.
लाङ्गूलचालनमधश्चरणावपातं, भूमौ निपत्य वदनोदरदर्शनं च ।
श्वा पिंडदस्य कुरुते गजपुंगवस्तु, धीरं विलोकयति चाटुशतैश्च भुङ्क्ते ॥
કુતરા પેાતાને એક નાનેા રોટલીના ટૂકડા આપનારની પાસે પૂંછડી હલાવે છે, એ પગેા નીચે નમાવે છે, જમીત પર લેટીને પેાતાનું મુખ અને પેટ બતાવે છે અને અનેક પ્રકારની ખુશામત કરે છે; ત્યારે માટા હાથી હેાય છે તે ખાવાની વસ્તુ તરફ બેદરકારીથી જુએ છે અને સકડા ખુશામતનાં વચન કહેવામાં આવે છે ત્યારે ખાય છે. ( હાથીને ખવરાવવામાં કેટલી મુરકેલી પડે છે તેને અનુભવ કરવા જેવું છે. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org