________________
૧૧૮૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ફ્
પણ જરૂર નથી અને મારે પગે પડીને તે તું મને ખરેખર મુંઝવી જ દે છે. મેં તે તને એવું શું આપી દીધું છે? હું તે એક માત્ર નિમિત્ત કારણ થયા છું. તું જાતે જ આવી કલ્યાણપરંપરાને ચાગ્ય છે-તારામાં આવા પ્રકારની યાગ્યતા છે એમ જોઇને મેં તેા માત્ર જરા તારા સંબંધમાં યત્ન કર્યાં હતા. હે ભાઇ ! હું તને આ સંબંધમાં એક દાખલો આપું: તીર્થંકર મહારાજ જે સર્વ ભાવને સારી રીતે જાણતા હાય છે તેમને લેાકાન્તિક દેવા જાગૃતિ આપે છે તેથી એ દેવા કાંઇ મહાત્મા તીર્થંકરોના ગુરૂ ગણાતા નથી, તેવી રીતે તારે માટે મારે સમજી લેવું.”
વિમળ:—“ મહાત્મા ! તું એવી વાત કર નહિ. તેં જે વાત કરી છે તેને અને લોકાંતિક દેશના વર્તનને એકસરખાપણું છે જ નહિ. ભગવાનને બેધ થવામાં લેાકાંતિક દેવતાએ જરા પણ નિમિત્તકારણ નથી અને તેં તે ભગવાનના ખમનાં દર્શન કરાવીને મારૂં સંપૂર્ણ કલ્યાણુ કરી દીધું છે.
લેાકાંતિક દેવા અને તીર્થંકર.
निमित्तमात्रतां योऽपि, धर्मे सर्वज्ञभाषिते । प्रतिपद्येत जीवस्य स गुरुः पारमार्थिकः ॥
“ સર્વજ્ઞના ધર્મની પ્રાપ્તિના સંબંધમાં જે પ્રાણી આ જીવના જરા પણ નિમિત્તમાત્ર થાય તે પરમાર્થથી આ જીવનેા ગુરૂ છે એમ સમજવું, તેં એ પ્રમાણે મને સર્વધર્મની પ્રાપ્તિ કરાવેલી હાવાથી તું ખરેખર મારા ગુરૂ છે એમાં જરા પણ સંશય જેવું નથી અને શુદ્ધ ગુરૂના વિનયવૈયાવચ્ચ કરવાં એ સજ્જન પુરૂષાનું કર્તવ્ય છે; તેથી તેં મારા ઉપર જે ઉપકાર કર્યો છે તેના બદલામાં હું તારા વિનય કરૂં તે તદ્દન ચેાગ્ય છે. અને હું ભાઇ! ભગવાનની એવી આજ્ઞા છે કે પેાતાના સ્વધર્મી (સાધર્મી) અંધુ ગમે તેવા સામાન્ય સ્થિતિના હોય તેના પણ યાગ્ય વંદનાદિ વિનય કરવા જ જોઇએ. તે પછી ભાઇ ! તારા જેવા મહાનુભાવ જેણે મને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરી આપી છે તેના વિનય કરવા એમાં તેા સવાલજેવું જ શું હાય? કોઇ પણ પ્રકારની આકાંક્ષા-અપેક્ષા વગરના તું મારા પવિત્ર સ ગુરૂ છે અને તારા વિનય કરવા તે મને સર્વથા યાગ્ય છે.”
*
૧ તીર્થંકર મહારાજને દીક્ષાના કાળ પાસે આવે ત્યારે લેાકાન્તિક જાતિના દેવાના એવા આચાર છે કે તેએ ભગવાન પાસે આવીને કહે છે કે ભગવન્ ! ધર્મતીર્થં પ્રવર્તાવા ! ' ત્યાર પછી વરસીદાન આપીને તીર્થંકર દીક્ષા લે છે. સર્વ તીર્થંકરના સંબંધમાં આ પ્રમાણે બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org