________________
પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતત્ત્વપરિચય. જણાતું નથી, એ દેવ તદ્દન શાંત મૂર્તિ દેખાય છે અને એમને જેવાથી આંખને આનંદ થાય છે, એમને વધારે વધારે નીરખતાં મને વધારે વધારે આહાદ થાય છે, તેથી મને એમ લાગે છે કે મેં એ દેવને અગાઉ કઈ વાર બરાબર સારી રીતે જોયેલા છે–આવી ચિંતવના કરતો હતો તે વખતે આ દુનિયામાં કદિ ન અનુભવી શકાય તેવો અસાધારણ રસ જેનો અનુભવથી જ ખ્યાલ આવી શકે છે અને જે ઘણો જ સુંદર છે તેમાં મેં પ્રવેશ કર્યો. તે વખતે મને અગાઉના એક ભવમાં મહા ઉત્તમ સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું ત્યારથી માંડીને આ ભવ સુધીના સર્વ ભવાની સ્મૃતિ થઈ આવી, તે સર્વ ભવમાં બનેલી હકીકત યાદ આવી ગઈ અને મારું આખું પૂર્વ ભવોનું ચરિત્ર મારી સન્મુખ ખડું થઈ ગયું. ભાઈ ! આ પ્રમાણે દેરાસરમાં ઊભા ઊભા જ મને થઈ આવ્યું. માટે હે ભાઈ! મોટા પરમ ગુરૂ પ્રાણીઓને જે લાભ કરે તે લાભ મને તે આજે કરી આપે છે.”
આ પ્રમાણે બોલતાં બોલતાં વળી વિમળકુમાર ફરીવાર રનચૂડને પગે પડયો; એટલે “અહો નરોત્તમ ! આવી રીતે સંભ્રમમાં પડી જવાની કોઈ જરૂર નથી” એમ કહી રચૂડ વિદ્યાધરે તેને ઉઠાવ્યો અને અત્યંત વિનયપૂર્વક સાધમી તરીકે તેને પ્રણામ કર્યા.
પ્રકરણ ૭ મું.
વિમળનું ઉત્થાન-ગુરૂતત્ત્વપરિચય. --
—– ર વચૂડ ખરેખર ઉપકાર કરી બદલે વાળી રહ્યો હતો, BY = દેવદર્શન કરાવી વિમળના આત્માને સન્મુખ લઈ
રોગ આવ્યો હતો અને કૃતજ્ઞ વિમળ તે હકીકતની યોગ્ય tી કિમત આંકી રચૂડનો આભાર દર્શાવી રહ્યો હતો.
SHપગે પડેલા વિમળના ઉપકારનો બોજો રેલવૂડ ખમી શકયો નહિ, કારણ તે વિમળને તાજા ઉપકારથી દબાઈ ગયેલ હતઆ વાત આપણે જોઈ ગયા. ત્યાર પછી એના અનુસંધાનમાં ગુરૂતત્વને પરિચય વિમળને રચૂડે કરાવ્યો તે હકીકત અગૃહીતસંકેતા! હું કહી બતાવું છું તે સાંભળ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org