________________
પ્રકરણ ૬] વિમળનું ઉત્થાન-દેવદર્શન.
૧૧૮૩ ગયું? તુરત તેના શરીર ઉપર શીતળ પવન નાખવામાં આવ્યો એટલે તેની મૂછ વળી ગઈ અને તેને ચેતના આવી.
પૂર્વ સુકૃત્યનું સુસ્મરણ, વિમળને આત્મસ્થાન કાળ,
વિશિષ્ટ આભારનું દર્શન, વિમળકુમારને જાગૃતિ આવી, ચેતના આવી, એટલે તેને અત્યંત આદરપૂર્વક રચૂડે સવાલ પૂછવા માંડ્યા. તે વખતે તેઓ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ
રચૂડ– “બંધુ વિમળ ! આવા અદ્ભુત દેવાલયમાં તને આ શું થઈ આવ્યું? આ સ્થાને તને મૂછ આવી ગઈ તેનું કારણ શું?”
રવચંડ વિદ્યાધરે આવો સવાલ કર્યો એટલે વિમળકુમારમાં પાછો ભક્તિભાવ વધારે જાગૃત થઈ આવ્યું, આખા શરીરે રોમાંચ ખડા થઈ ગયા, હરખથી તેની આંખો વિશાળ થઈ ઉઘડી ગઈ અને બન્ને હાથ જોડાઈ ગયા. પછી તેજ સ્થિતિમાં તેજ જગ્યાએ વિમળ ઊભો થઈને રચૂડના બન્ને પગ પકડીને તેના તરફ નીચો વળી આંખમાં હર્ષના આંસુ લાવી વારંવાર તેને પ્રણેમ કરવા લાગ્યો, પગે પડી તેને વંદન કરવા લાગે અને પછી મુખેથી બોલવા લાગ્યું –
વિમળ–“અહો મિત્ર! તું મારું શરીર છે! મારું જીવતર છે! મારો ભાઈ છે ! મારે નાથ છે ! મારે માબાપ છે ! મારે ગુરૂ છે! મારે દેવ છે ! અરે તું મારે પરમાત્મા છે ! એમાં જરા પણ શંકા જેવું કે અતિશયોક્તિભરેલું કાંઈ નથી. અહો ! હે ધીરવીર ઉપકારી ! તે આજે સર્વ પાપને જોઈ નાખનાર અને સંસારનો છેદ કરનાર આ ભગવાનના બિબના મને દર્શન કરાવીને મારું એટલું શ્રેય કર્યું છે કે તને હું જે કહું તે ઓછું છે. હે રચૂડ! એ બિંબનું મને દર્શન કરાવીને તે દ્વારા તે મોક્ષમાર્ગ બતાવ્યું છે, તે મારી તરફ ખરેખરી સજજનતા કરી બતાવી છે, મારી ભાવ ( સંસાર ) રૂપ વેલડીને છેદી નાખી છે, દુઃખનાં મોટાં જાળાંઓને મૂળમાંથી ઉખેડી નાખ્યાં છે, સુખરૂપ મોટું વૃક્ષ મને આપ્યું છે અને મને શિવધામ (પરમ સુખસ્થાનમેક્ષ ) નજીક કરી દીધું છે! અહો મારા ઉપકારી ! હું તને શું કહ્યું? ક્યા શબ્દોમાં તારા ઉપકારને વર્ણવી બતાવું?”
રવચૂડ–“ભાઈ ! તને શું થઈ ગયું અને આ તું શું કહે છે? એ હજુ સુધી હું જરા પણ સમજ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org