________________
૧૧૮૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૫ વિમળકુમાર-“આર્ય! આ ભગવાનના બિંબના દર્શન થતાં મને જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું તેથી આ ભવથી અગાઉના મારા ઘણા ભ મારા જોવામાં આવી ગયા, મને તેની સ્મૃતિ બરાબર તાજી થઈ ગઈ. વાત એમ બનેલી કે અગાઉ પણ ઘણું ભાવોમાં મેં બહુ પ્રેમ અને ભક્તિપૂર્વક
ભગવાનના બિબ ઉપર નજર કરેલી હતી એ વાત પ્રતિમાદર્શન- મારા સ્મરણમાં તાજી થઈ; વળી મને યાદ આવ્યું નિમત્તનું અદ્દ કે પૂર્વ ભવોમાં સમ્યગ જ્ઞાનરૂપ નિમૅળ પાણી વડે જાત પરિણામ ચિત્તરવને મેં ઘણી વાર સાફ કર્યું હતું, સુંદર ધમેઅનુષ્ઠાનને મારા પિતાનાં બનાવી દીધાં હતાં, આત્માને ભાવનાવડે ભાવીને ભાવનામય કરી દીધે હતો, સાધુપુરૂની સેવાચાકરી કરીને અતઃકરણને તેનાથી વાસિત કરી દીધું હતું, તે વખતે સમસ્ત જીવપ્રાણીવર્ગ ઉપર મૈત્રીભાવ-બંધુભાવ કરવો એ તે જાણે મારે સ્વભાવ થઈ પડ્યો હતો, ગુણેમાં જે પ્રાણીઓ વધારે હોય તેમને જોઈને અનુભવાતા આનંદમાં હું એકતાર બની ગયે હતો, કઈ પ્રાણ જરા પણ કલેશ પામતો હોય તે તેના ઉપર કરૂણું લાવવી તે હકીકત જાણે ચિત્તમાં રમણ કરી રહી હતી, જે એ સમજાવ્યા છતાં પણ ઠેકાણે આવે તેવા ન હોય તેમના તરફ ઉપેક્ષાવૃત્તિ વધારે દઢ થઈ ગઈ હતી, વિષયોથી થતાં સુખ અને દુઃખમાં ઉદાસીનતા વધારે નિશ્ચળ થઈ હતી, પ્રશમરસ (શાંતરસ) એકરૂપ થઈ જામી ગયો હતો, 'સંવેગ સારી રીતે પરિચિત થઈ ગયો હતો, સંસારપર વૈરાગ્ય (નિર્વેદ) બરાબર દઢ થઈ ગયો હતો, કરૂણું ઘણું વધારે થઈ આવી હતી, શુદ્ધ દેવ ગુરૂ ધર્મપર આસ્થા પરિપૂર્ણ થઈ હતી, ગુરૂ મહારાજ ઉપર અપૂર્વ ભક્તિ બહુ વૃદ્ધિ પામી હતી અને તપસંયમ તો તે વખતે જાણે ઘરનાં જ થઈ ગયાં હતાં. આ પ્રમાણે હોવાથી જેવું આજે આ ભગવાનનું બિંબ જોયું, એના નિષ્કલંકી ભાવ હૃદયપર અસર કરનારા થયા કે તુરત જ હું અમૃતરસથી જાણે સીંચાઈ ગયો હોઉં, પ્રીતિથી જાણે પૂર્ણ ભરાઈ ગયે હઉ, સુખથી જાણે ડબાઈ ગયો હઉ અને હર્ષxદથી જાણે ભરપૂર થઈ ગયે હોઉં તેવો થઈ ગયો !!
તે વખતે મારા મનમાં થઈ આવ્યું કે અહે આ દેવ રાગરહિત છે, દ્વેષરહિત છે, ભયરહિત છે, અજ્ઞાનરહિત છે, શેકરહિત છે અને એ (રાગાદિ ) સર્વનું તેઓશ્રીમાં એક ચિહ પણ
૧ સંગઃ સદ્ગતિ અથવા મોક્ષની અભિલાષા. ૨ નિર્વેદઃ સંસારપર અરૂચિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org