________________
૧૮૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
[પ્રસ્તાવ ય
નના ભિષ્મને અવલાકતાં વિમળકુમારનું જીવવીયૅ અતિશય ઉલ્લાસને પામ્યું, તેના મનમાં ઘણા પ્રમાદ થઇ આવ્યેશ, તેણે કર્મનાં મોટાં જાળાંઆને તેાડી નાખ્યાં, તેની સમ્રુદ્ધિ ઘણી વધારે પ્રકાશી નીકળી, પ્રગટ થઇ આવી, જોસમાં આવી ગઇ અને ગુણ તરફ તેને ઘણા વધારે મજબૂત રાગ થઇ આવ્યેા. એ પ્રસંગે તેણે વિચાર કર્યો, ચિંતવના કરવા માંડી કે અહે। ! આ ભગવાનનું કેવું સુંદર રૂપ છે ! એ બિઅમાં કેટલી શાંતિ દેખાય છે! એનું નિર્વિકારીપણું કેટલું આગળ પડતું જણાય છે ! અને એમના અતિશયા પણ કેવા સુંદર અને મોટા જણાય છે ! એમનું માહાત્મ્ય તે એટલું અદ્ભુત લાગે છે કે એની ચિંતવના કરવી પણ ઘણી મુર્રકેલ જણાય છે! અહાહા! એમના કોઇ પણ પ્રકારના કલંકરહિત અને મનેાહર આકાર ઉપરથી જ ગુણસમૂહની મહત્તા તે એ દેવમાં પાર વગરની હેાય તેવું સ્પષ્ટ રીતે જણાઇ આવે છે! એમની પ્રતિમા ઉપરથી મારા મનમાં નિશ્ચય થાય છે કે આ દેવમાં કોઇ પણ પ્રકારના કેાઇ જીવ કે અજીવ વસ્તુ ઉપર રાગ નથી, દ્વેષ નથી અને તે જાણે સર્વજ્ઞ અને સર્વદર્શી હાય તેવું લાગે છે ! ! અહાહા ! અહાભાગ્ય છે!
ધન્ય છે ! આનંદ છે ! આશ્ચર્ય છે !
આવી ચિંતવના કરતાં કરતાં વિમળકુમારે મધ્યસ્થભાવે પાતાના આત્માની સાથે લાગેલ મેલમાંથી કેટલાએ કાપી નાખ્યા અને એમ ચિંતવના કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, જેને લઇને પૂર્વ ભામાં પાતે કોણ હતા, કેવા હતા, પાતે કેવાં કર્મો કર્યાં હતાં અને કોના કોના સંબંધમાં પેાતે આવેલ હતા તે સર્વનું તેને સ્મરણ થયું. જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવાની હકીકત હૃદયચક્ષુ સન્મુખ ખડી થાય છે અને તે સર્વના ચિતાર હૃદયપટ પર બરાબર ચીતરાઇ જાય છે, કારણ કે એ જ્ઞાન મતિજ્ઞાનના વિષય હાઇ પાછલા ભવ સંબંધી કેટલીક હકીકતનું સ્મરણ કરાવે છે. એવી રીતે જ્યારે પેાતાના પૂર્વ ભવે વિમળકુમારે જોયા ત્યારે તેને મૂર્છા આવી ગઇ અને પોતે ચિંતવન ન કરી શકાય તેવા રસમાં તરખેાળ થઇ ગયા. તુરતજ તે ઊભા હતા ત્યાં મંદીરમાં જ જમીનપર પડી ગયા એટલે સાથેના સર્વેને મોટા સંભ્રમ થઇ ગયો, મનમાં વિચાર થઇ આવ્યો કે વિમળકુમારને આ શું થઈ
૧ નિમિત્તકારણ કેવાં બલવાન છે તે વિચારવાયેાગ્ય છે, ગુણાનુરાગીને પણ સાધનધર્મથી કેટલા લાભ થાય છે તે લક્ષ્યમાં લેવાયેાગ્ય છે. ખીજી અગત્યની ખાખત એ છે કે જેઓ સ્વાભાવિક રીતે આગળ વધેલા હાય છે તેને વીર્યો. લાસ થતાં તેની પ્રગતિ એકદમ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org