________________
પ્રકરણ ૫] વિમળ અને રચૂડ-ચૂતમંજરી. ૧૧૭૭
ચૂતમંજરી આ પ્રમાણે બોલતી હતી તે વખતે હજુ તે વિમળ કુમાર તેને શે ઉત્તર આપ તેને વિચાર કરતા હતા, ત્યાં તે રતચૂડે આદરથી પેલું રત્ન જેને એક દેવતાની આપેલી કિમતી દાબડીમાં વાત દરમ્યાન મૂકેલું હતું તેને વિમળકુમારના વસ્ત્રના છેડા સાથે આ દરપૂર્વક બાંધી દીધું. આવા અદ્ભુત અને દુર્લભ રત્નની પ્રાપ્તિ થતાં પણ તદ્દન સ્પૃહા-ઇચ્છા વગરના, તદ્દન મધ્યસ્થ ભાવે રહેલા અને કઈ પણું પ્રકારની હર્ષની લાગણી વગરના વિમળને જોઈને રતચૂડને તેના ગુણ ઉપર બહુ લાગણી થઈ આવી. એક તુચ્છ ટકડો મળતાં પણુ મનુષ્ય કેવો રાજી થઇ જાય છે તેને તેને અનુભવ હતો અને આ રન તે સર્વ દારિદ્ઘ દૂર કરનાર, યુવાવસ્થા ટકાવી રાખનાર અને રોગને નાશ કરનાર હોવાથી સાધારણ રીતે કઈ પણ મનુષ્ય ઘણી ખુશીથી રાખે, તેવા અદ્ભુત રત્નની પ્રાપ્તિ થતાં છતાં જ્યારે વિમળકુમારના મુખ પર જરા પણ ફેરફાર ન થયું ત્યારે સામાન્ય રીતે રનચૂડને ઘણે હર્ષ થયો અને વિસ્મયપૂર્વક પોતાના મનમાં તે વિચાર કરવા લાગ્યો કે-અહે! આ ભાઇનું માહાઓ તે કાંઈ ભારે અપૂર્વ જણાય છે! અને આવી નિઃસ્પૃહ વૃત્તિ તે કઈ જગ્યાએ જોવામાં આવી નથી! આ કુમારનું ચરિત્ર તો સાધારણ રીતે મનુષ્યલેકમાં જોવામાં આવે તેથી કાંઈ જુદા જ પ્રકારનું જણાય છે. અથવા તે જે મહાત્મા પુરૂષનું ચિત્તરત આવું કિમતી-અમૂલ્ય થઈ ગયું હોય તેવાને પછી બાહ્ય નિર્જીવ રતનું પ્રયોજન પણ શું રહે? ખરેખર, અનેક ભવોમાં ધર્મકાર્યથી જેઓએ પિતાનું ચિત રંગી નાખ્યું હોય તેવા પુણ્યશાળી જીવોનું ચિત્ત જ આવા પ્રકારનું થાય છે. જે પ્રાણુઓ નિરંતર પાપી હોય છે, શુદ્ધ ધર્મથી બહાર થયેલા હોય છે અને હલકા હોય છે તે એનું ચિત્ત આવા પ્રકારનું નિર્મળ હેવાને જરા પણ સંભવ નથી.
પ્રત્યુપકાર ચિંતા, ધર્મદર્શનને માર્ગ,
રચૂડનો નિર્ણય ઉપર પ્રમાણે વિચાર કરીને રચૂછે વળી પિતાના મનમાં વિચાર કયો કે આ કુમાર તે ક્યાં હશે? એનું નામ શું હશે? એનું ગોત્ર શું હશે ? એ અહીં શા માટે આવેલ હશે? એનું અનુષ્ઠાન (વિધાન) શું હશે? એ સર્વ હકીકત મારે બરાબર જાણવી જોઈએ. માટે એ કુમારની સાથે એનો સહચર (મિત્ર) છે તેને એ સર્વ હકીકત પૂછી બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org