________________
પ્રકરણ ૩૬ ] ચારિત્રરાજના અન્ય પરિવાર. ૧૦૯૭
ચારિત્રરાજનું લશ્કર, પ્રકર્ષે જવાબમાં તેમજ કરવા જણાવ્યું. પછી બહાર નીકળતાં તેમણે ચારિત્રધર્મરાજનું “ચારે પ્રકારનું સૈન્ય બરાબર અવલોકન કરીને જોયું. એ ચતુરંગ સેનામાં ગંભીરતા, શૂરવીરતા વિગેરે રશે આવેલા છે જેઓ ચાલતી વખત પોતાના ઘણઘણ થતા અવાજથી સર્વ દિશાઓને ભરી મૂકે છે; કીર્તિ, શ્રેષ્ઠતા, સજજનતા અને પ્રેમપ્રણયરૂ૫ મેટા હાથીઓ એ લશ્કરમાં દેખાય છે જેઓ વિલાસ કરતાં પિતાના ગુલગુલાયમાન થતા મોટા અવાજથી આખા ભુવનને રૂંધી મૂકે છે; “બુદ્ધિની વિશાળતા, વાકચતુરતા અને નિપુણતા રૂ૫ ઘોડાઓ એ ચતુરંગ બળમાં દેખાય છે જે પોતાના મેટા હેવારોથી ઉત્તમ પ્રાણીઓનાં કર્ણકેટને ભરી દે છે; વળી અચાપલ્ય (ચપળતાનો અભાવસ્થિરતા), મનસ્વીપણું (ડહાપણ ), દાક્ષિણ્ય (ઉદાર ચિત્તપૂર્વક અન્યનું. મનરખાપણું) વિગેરે સેનાનીઓ એ ચતુરંગ બળમાં છે જે અપાર ગંભીર અને વિસ્તીર્ણ શાંત સમુદ્રને ભ્રમ ઉત્પન્ન કરે છે. આવા ચતુરંગ લશ્કરને જોઈ પ્રકર્ષ પિતાના મનમાં ઘણે રાજી થશે.
પ્રકર્ષની જિજ્ઞાસા તૃપ્તિ. કહળશાંતિ માટે સંતોષ,
મામાને અંત:કરણથી આભાર, પ્રકર્ષ એ સર્વ નજરે જોઈને મામાને કહ્યું “મામા ! ખરેખર! તમે મારું ઇચ્છિત સર્વ કુતૂહળ આજે પૂરું કરી દીધું અને તેથી આ વિશ્વમાં જે કાંઈ પણ ખાસ જોવા લાયક છે તે સર્વ આપે મને બતાવી આપ્યું. આપે મને નાના પ્રકારના અનેક બનાવોથી ભરપૂર ભવચક્ર નગર બતાવ્યું; વળી બીજાં બીજું કારણે પ્રાપ્ત કરીને મહામહ વિગેરે રાજાઓ પોતાની શક્તિ કેવી રીતે અને ક્યાં બતાવે છે તે પણ આપે મને બતાવ્યું; વળી આપે મને આ મનહર વિવેક
૧ ચાર પ્રકારના ચતુરંગ સૈન્યમાં ૧ રથ, ૨ હાથી, ૩ ઘોડા અને ૪ સેનાની હોય છે. અત્ર તે ચારેનાં નામે આવશે.
૨ ગંભીરતા, ઉદારતા અને શુરવીરતાની ગતિ રથ જેવી થાય છે, ધીમેથી પશુ મકકમપણે ચાલે છે અને કાર્યસાધનામાં બહુ કુર્ત રખાવે છે.
૩ અહીંથી બે. જે. એ. સાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ. ૭૦૧ શરૂ થાય છે.
જ કીર્તિ, સૌજન્ય આખી દુનિયામાં પોતાનો અવાજ મોકલે છે તેથી તે હાથીની ઉપમાને યોગ્ય છે.
૫ બુદ્ધિવેશવ નિપુણતા ઘોડાની પેઠે આનંદના અવાજ કર્યા કરે છે.
૬ દાક્ષિય અને મનસ્વીપણાના ભેદો અને પ્રસંગે એટલા હોય છે કે તેની કલ્પનાને પાર આવે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org