________________
પ્રકરણ ૨]
નરનારી શરીરલક્ષણ.
૧૧૪૯
આંધળા બનાવી દેતું હતું, તેમ જ તેમાં તાડનાં ઝાડો, હિંતાલનાં વૃક્ષા અને નાળીએરીનાં મેાટાં મોટાં ઝાડા એટલાં ઊંચાં આવીને ઝુલી રહ્યાં હતાં કે જાણે તે નંદનવનની સાથે સ્પર્ધા કરીને તેને આમંત્રણ કરતાં હોય એવું દેખાતું હતું.'
वणी विविधाद्भुतच्चूतलतागृहकं क्वचिदागत सारसहं सबकम् । सुमनोहरगन्धरणमरं, घुसदामपि विस्मयतोषकरम् ॥ स च तत्र मया सहितो विमलः, सरलो मनसा बहुपूतमलः । उपगत्य तदा सुचिरं विजने, रमते स्म मृगाक्षि मनोज्ञवने ॥ “ એ વનમાં અનેક પ્રકારનાં અદ્ભુત આંબાનાં લતાગ્રહો આવી રહેલાં હતાં, કાઇ કાઇ સ્થાનાએ સારસ હંસ અને બગલાએ આમતેમ ફરી રહ્યાં હતાં, કોઇ ઠેકાણે મનને હરણ કરનાર ગંધથી ભમરા ગુંજારવ કરી રહ્યા હતા અને સંક્ષેપમાં કહીએ તે એ વન એવું સુંદર હતું કે દેવતાએ પણ એને જોઇને મનમાં આશ્ચર્યપૂર્વક સંતાષ પામે–એવા ક્રીડાનન્દન નામના વનમાં વિમળ સાથે હું દાખલ થયા. વિમળ તે મનથી ઘણા સરળ સ્વભાવી હતા, એના પાપ બધાં ધાવાઇ ગયેલાં હતાં અને હું મૃગાક્ષિ ! એ મનને આનંદ આપે તેવા એકાંત વનમાં એ મારી સાથે વારંવાર રમતા હતા, ફરતા હતા અને આનંદ કરતા હતા.” દૂરથી સંભળાયલા સુંદર મધુર ધ્વનિ, તેની તપાસ કરવા ગયેલા બન્ને મિત્રો. અવલાકનના વિમળે બતાવેલ ચમત્કાર.
હવે એવી રીતે લતામંડપમાં વિમળ અને હું (વામદેવ) આનંદ કરતા હતા તેવામાં અમારા કાનમાં કાઇ એ મનુષ્યા ધીમે ધીમે વાત કરતા હાય અને સાથે પગના નુપુરા (ઝાંઝરા) ઝીણી રૂપાની ટેાકરી જેવા અવાજ કરતા હાય એવા અસ્પષ્ટ અવાજ અમારા કાનમાં પડ્યો. આવા અવાજ કાનમાં પડતાં જ વિમળ એકદમ ખેલી ઉઠ્યો “ મિત્ર વામદેવ ! આ કાને અવાજ સંભળાય છે?” (વામદેવે) મેં જવાબ આપ્યો કે “ એ અવાજ બરાબર સ્પષ્ટ ન હોવાથી તે કાના છે અને કઈ દિશા તરફથી આવે છે તે મેં ખરાખર મારીક રીતે સાંભળ્યું નથી. અહીં તેા અનેક પ્રકારના અવાજને સંભવ રહે છે, કારણ કે આ જંગલમાં યજ્ઞા વિચરે છે, મોટા માણસે ભમે છે, દેવતાએ પણ્ સંભવે છે, સિદ્ધ લોકેા રમે છે, પિશાચા ફરે છે, ભૂતે પણ આવાં કરે છે, કિન્નરો ગાયન કરે છે, રાક્ષસેા પરિભ્રમણ કરે છે, કિંપુરૂષો વાસ ૧ કિન્નર, વાણવ્યંતર જાતિના અર્ધ મનુષ્ય અર્ધ ઘેાડાના દેવા. હિંદુપુરૂષ અને સહેારગા પણ વાણવ્યંતર જાતિના દે છે,
આકારના હલકા
પૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org