________________
પ્રકરણ ૪ થું.
રચૂડની આત્મકથા.
મળકુમાર અને હું (વામદેવ) સાંભળીએ તેવી રીતે પિતાની સ્ત્રીની હાજરીમાં જોડલાંવાળા પુરૂષે પિતાની
આત્મકથા ચલાવી. સર્વે લતામંડપમાં બેઠા છે અને છે કથા કહેનારનું આખુ શરીર પોતાના વિજયના ઉમળ
કામાં અને આભારના ખ્યાલમાં ઉછળી રહ્યું છે અને પતિ મળવાથી જોડલાંવાળી સ્ત્રીના આનંદનો પાર નથી. જીત કરી આવનાર સુલક્ષણવાળા યુવકે ચલાવ્યું રતચડની આત્મકથા શરદ ઋતુના શાંત ચંદ્રના કિરણસમૂહ જેવો શ્વેત અને રૂપામય
વૈિતાઢય નામને પર્વત છે. એ પર્વતની ઉત્તર અને પાત્રો સાથે દક્ષિણ એમ બે શ્રેણીઓ છે. ઉત્તર શ્રેણીમાં સાઠ પરિચય. વિદ્યાધરનાં નગરો આવેલાં છે અને દક્ષિણ શ્રેણીમાં
પચાસ વિદ્યાધર નગરે આવી રહેલાં છે. એ વિતાઠ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં એક ગગનશેખર નામનું નગર છે. એ નગરને મણિપ્રભ નામે રાજા છે, તેને કનકશિખા નામની રાણી છે. એ મણિપ્રભ રાજા અને દેવી કનકશિખાને એક રતશેખર નામને પુત્ર છે અને રશિખા અને મણિશિખા નામની બે પુત્રીઓ છે. એ બન્ને પુત્રીઓમાંની રતશિખાને મેઘનાદ નામના વિદ્યાધરની સાથે પરણાવવામાં આવી છે અને મણિશિખાને અને મિતપ્રભ નામના વિદ્યાધર સાથે પરણાવવામાં આવી છે. હવે એ રતશિખા અને મેઘનાદને હું પુત્ર છે. મારું રચૂડ એવું નામ રાખવામાં આવ્યું અને પેલી મણિશિખા જેને અમિતપ્રભ સાથે પરણાવવામાં આવી હતી તેને બે છોકરા થયા જેનાં નામે અનુક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org