________________
૧૧૬૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
પ્રસ્તાવ પ
આ પ્રમાણે માગણી અને સ્વીકાર થયા ત્યાં તે તે સુંદરીને ઉપાડી લેવા માટે પેલા બીને પુરૂષ ઉપરથી આવી પહોંઆત્મસામર્થ્ય. ચ્યા, અને હજુ તે લતાગૃહમાં ઉતરે તે પહેલાં તે વિમળકુમારના ગુણસમૂહના જોરથી ઉત્પન્ન થયેલા માનસિક બળને લીધે તેને વનદેવતાએ આકાશમાં થંભી દીધા. લતાગૃહ ઉપર આવેલા પુરૂષ તે આંખો ફાડીને ચારે તરફ જોયા કરતા હતા પણ પેાતાનું કાંઇ ચાલી ન શકવાથી વિલખા થઇ ગયા અને ક્રિયારાહત થઇ હાલી ચાલી પણ શકયા નહિ અને કાંઇ પણ દેખી પણ શકયા નહિ, તેથી જાણે ભીંત ઉપર કાઢેલ ચિત્રમાં આળેખેલા હોય તેમ આકાશમાં લટકી રહ્યો.
હવે એ જોડલાંમાંના પુરૂષે પેલા નવા આવનારામાંથી ખીજા પુરૂષને આકાશમાં હરાવી દીધા, હટાવી દીધા એટલે પુંઠ પકડી. તે હારનાર પુરૂષ નાસવા લાગ્યા, જેડલાંવાળે પુરૂષ તેની પછવાડે લાગ્યો. આ હકીકત જે પુરૂષ લતાગૃહ ઉપર થંભાઇ ગયા હતા તેણે જોઇ એટલે તેના મનમાં અત્યંત રાષ ભરાઈ આન્યા અને તેની પછવાડે આકાશમાં જવાની ઇચ્છા તેના મનમાં થઇ આવી. વનદેવતા તેના આ ભાવ જાણી ગયા. તેમનું કાર્ય તે માત્ર સ્ત્રીની મર્યાદાના લાપ ન થાય તેમ કરવાનું અને વિમળકુમારના અસાધારણ ગુણુને લઇને તેની ઇચ્છાને માન આપવાનું હતું,. બાકી લડાઇમાં વચ્ચે પડવાની તેમને કાંઇ જરૂર નહેાતી-એટલે તુરત જ તેને દેવતાએ છેડી દીધા. એ ટેલેા બીજો પુરૂષ પણ અગાઉ જનારા બન્નેની પછવાડે જોરથી આકાશમાં ઉડ્યો. પેલા બન્ને તા એટલા દૂર ગયા કે તે નજરે પણ દેખાતા ન હોતા, છતાં આ ખીન્ને પુરૂષ તેની પછવાડે ચાલ્યે.
સુંદરીના ક્ષાભ કુમારના વિજય. વિમળના આભાર.
તે વખતે લતાગૃહમાં વિમળકુમારના આશ્રય તળે રહેલી સુંદરી · અરે આર્યપુત્ર ! તમે ક્યાં ગયા ? મને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ? ક્યારે આવશે ? શું થશે ? ” એમ બેલવા લાગી. મેં (વામદેવે) અને વિઞળફમારે તેને અનેક પ્રકારે ધીરજ આપી, આશ્વાસન આપ્યું.
હવે કેટલાક સમય ગયા પછી એ સુંદરી સાથેના પુરૂષ વિજયલક્ષ્મી પ્રાપ્ત કરીને સુંદર કાંતિથી દીપતા અને હર્ષથી તેમ જ આતુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org