________________
પ્રકરણ ૩] આકાશમાં યુદ્ધ
૧૧૬૫ ત્યાં નાસી જા કે સંતાઈ જા, પણ તારે છૂટક થવાનો નથી. માટે હવે આ દુનિયા તરફ તારી છેલ્લી નજર નાખી લે અને તારા ઇષ્ટ દેવનું સમરણ કરી લે અથવા તારૂં પુરૂષત્વ (પરાક્રમ) દર્શાવ. આમ છૂપાઈ શું રહ્યો છે?” આવાં અતિ તિરસ્કારયુક્ત આકરાં અને યુદ્ધને આમંત્રણ કરનારાં
વચન સાંભળીને પેલો લતાગૃહમાં રહેલ સુલક્ષણવાળે આકાશમાં યુદ્ધ પુરૂષ પોતાની સાથેની સ્ત્રીને કહેવા લાગ્યો “જરા ધીરજથી રહેજે, સાવધ રહેજે, એમ બેલી એ સ્ત્રીને લતાગૃહમાં રહેવા દઈ પેલા નવા આવનાર બન્ને પુરૂષપ્રત્યે જોરથી બોલ્યો “અરે! જે મારે માટે બોલ્યા છે, તે ભૂલી જતા નહિ. હવે તમે જુઓ કે આપણામાંથી કાણુ નાસી જાય છે અને કેણુ છૂપાય છે !” આ પ્રમાણે બોલી લતાગૃહમાં રહેલા પુરૂષે પોતાની તરવાર ખેંચી અને નવા આવનાર પુરૂષ તરફ દોડતે ઉલ્યો. એ બન્ને પુરૂષો સાથે જોનારને અત્યંત વિસ્મય કરે તેવું આકાશમાં મેટું દારૂણ યુદ્ધ ચાલ્યું, તરવાર અને બખ્તર સામ સામે ખડખડવા લાગ્યા, હથિયારના ખણખણુ થતા અવાજેથી અને લડનારાઓના અરસ્પરસ સિંહનાદ જેવા હાકેટાથી યુદ્ધ ઘણું ભયંકર દેખાવા લાગ્યું અને અનેક પ્રકારનાં યુદ્ધવ્યાપાર, ઉગ્ર રીતે એક બીજાને વળગવાની રીત અને ઊંચે નીચે થઈ જવાની પદ્ધતિથી તે યુદ્ધ સુંદર જણાવા લાગ્યું. આવી રીતે ત્રણે જણનું યુદ્ધ ચાલતું હતું તે વખતે નવા આ
વનારા બે ભયંકર માણસમાં એક વારંવાર લતાભયભીત સુંદરી.
* * ગૃહમાં પ્રવેશ કરવાની ઈચ્છા કર્યા કરતો હતો. તે વખતે પેલી સ્ત્રી લતાગૃહમાં એકલી હતી તેથી બીકને લીધે તે ગાભરી થઈ ગઈ હતી. મુંઝાઈ ગઈ હતી, તેનાં સ્તને ધ્રુજતાં હતાં, સિંહના ત્રાસથી હરણી જેમ ગભરાઈ જાય તેવી તે દેખાતી હતી, દશે દિશાએમાં મદદ માટે અસ્થિર નજર ફેકતી હતી અને કઈ રીતે ત્યાંથી નાસી છૂટાય તે ભાગી જવાનો માર્ગ શોધતી હતી. એવે અણીને વખતે તેની નજર વિમળકુમાર ઉપર પડી એટલે જરા હૃદયમાં ભરોસો લાવીને તેણે વિમળકુમારને કહ્યું “અહે મહા પુરૂષ! મારે બચાવ કર, બચાવ કર! મને છોડાવ! હું તારે શરણે છું.’ વિમળકુમારે તેને કહ્યું “સુંદરી ! જરા પણ ગભરાશે નહિ! તમારે ત્રાસ પામવાનું કે અહીવાનું હવે કઈ પણ કારણ નથી. તમને કાંઈ ઈજા કે અડચણ નહી થવા દઉ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org