________________
૧૧૭૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૫ ( આ પ્રમાણે વાત સાંભળીને વામદેવ કહે છે કે હું બેલી ઉઠયો કે “કુમાર વિમળ ! તમે આનાં લક્ષણ જોઈને જે હકીકત કહી હતી કે એ ચક્રવત થશે તે બરાબર મળતી આવે છે, તમારું વચન સાચું ઠરશે એમ જણાય છે. કુમારે મને જવાબ આપે “એ વાત મેં કરી હતી તે કાંઈ મારા ઘરનું વચન હતું નહિ, એ તે આગમનું વચન છે અને તે જરૂર સાચું જ પડે છે; માટે એ બાબતમાં શંકા કે મતભેદ પડવા જે સંભવ ક્યાંથી હોય!” પછી રતચૂડે પોતાની વાર્તા આગળ ચલાવી:–). “હું અને મારા મામા રતશેખર એક ધર્મને અનુસરનારા હોવાથી
, અમે સાધમ હતા, હું તેમના વિચાર પ્રમાણે યોગ્ય રચૂડ ચૂતમંજ- હતો અને લક્ષણયુક્ત હતો એમ ધારીને તેમણે મને રીના લગ્ન-અચળ છે
* પિતાની દીકરી ચૂતમંજરી આપી અને મારી સાથે ચ પ ળ ની છે. તેના લગ્ન કર્યા. મારી માસીના દીકરા અચળ અને ચપળ એ બનાવથી ઘણું ગુસ્સે થયા અને મને હઠાવવા અને પાછા પાડવા ઘણે પ્રયત્ન કરવા લાગ્યા પણ તેમાં તેઓ ફાવ્યા નહીં. આથી મને હરાવવા માટે કેઈ નીચે પ્રપંચ કરવા લાગ્યા અને મારા છિદ્રો શોધવા લાગ્યા. મને એ વાતની ખબર પડી તેથી કદાચ પ્રપંચને લીધે મારું ખૂન ન થઈ જાય એટલા સારૂં તેઓની હીલચાલ ઉપર દેખરેખ રાખવા માટે એક મુખર નામના જાસુસને મેં ગોઠવ્યો જે તેઓની હીલચાલથી વાકેફગાર રહી મને તે જણાવ્યા કરતો હતો. એક વખતે એ જાસુસે આવીને મને જણાવ્યું કે “કુમાર રતચૂડ! એ અચળ અને ચપળે મહાપ્રયાસે કોઈની પાસેથી કાળી નામની વિદ્યા મેળવી છે અને હવે તેઓ એ વિદ્યા સાધવા માટે કઈ જગ્યાએ ખાસ ગયા છે. મારા જાસુસથી એવી હકીકત સાંભળીને મેં તેને જણાવ્યું કે જ્યારે તેઓ એ વિદ્યા સાધીને આવે ત્યારે પાછા મને ખબર આપજે. મારી આ સૂચનાને બરાબર લક્ષ્યમાં લઈને મારે જાસુસ વિદાય થયો. “મારે તે જાસુસ આજે જ સવારે મારી પાસે આવ્યો અને મને
જણાવ્યું કે “એ અચળ અને ચપળ આજે પાછા વિવાસિદ્ધિ આવ્યા છે અને તેમને કાળી વિદ્યા સિદ્ધ થઈ છે. અને દ્વેષ, તેઓ આજે સવારે આવ્યા ત્યારે અંદર અંદર ગુપ્ત
વાત કરી સંકેત કરતા હતા તે મારા સાંભળવામાં
૧ રચૂડ પોતાની આત્મકથા વિમળ અને વામદેવ પાસે કહે છે, વામદેવ સંસારીજીવ છે. એ પિતાને સર્વ અનુભવ સદાગમ સમક્ષ આગ્રહીતસંતા પાસે કહે છે તે વાત લક્ષ્યમાં રાખવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org