________________
૧૧૬૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ પ
જે સ્ત્રીના પગને તળીએ ચક્ર હાય, પદ્મનું ચિહ્ન હોય, ધજાનું લક્ષણ દેખાતું હાય, છત્રનું ચિહ્ન હાય, મોટા સાથીઓ દેખા હાય, અથવા વર્ધમાનનું ચિહ્ન હેાય તે સ્ત્રી રાજાની રાણી છે અથવા થવાની છે એમ જાણવું.
· જે સ્ત્રીના પગેા મોટા વિસ્તારવાળા, વાંકા અને સુપડા જેવા હોય તે તે દાસી થવાની છે એમ સમજવું, તથા જે સ્ત્રીના પગે તદ્દન સુકા દેખાતા હોય તેા તેનાથી તે દારિદ્ર પામે છે અને જૂદી જૂદી બાબતમાં શાક પામે છે એમ લક્ષણ જાણનાર મુનિનું કથન છે.
જે સ્ત્રીના પગની આંગળીઓ જરા છેટી છેટી અને લુખી હોય તે કામ કરનારી થાય છે, અને જો તે વધારે પડતી જાડી હોય તે તે સ્રી દુઃખ અને દારિઘ્ર પામે છે એ બાબતમાં જરા પણ શંકા કરવા જેવું નથી. બાકી જે સ્ત્રીના પગની આંગળીએ ચીકાશદાર હાય અને પાસે પાસે રહેલી દેખાતી હાય, ખરાબર ગાળ હાય અને વળી લાલ હોય તેમજ બહુ મેાટી ન હોય તે તે સ્ત્રી સુખી છે અથવા થશે એમ જાણવું.
· જે સ્ત્રીનાં જંઘા અને સાથળ૪ પુષ્ટ હોય, બહુ અંતરવાળાં ન હાય, ચીકાશવાળાં હાય, નસ અને મવાળા વગરનાં હાય અને હાથણીની સુંઢ જેવાં હોય તે તે પસંદ કરવા યોગ્ય છે.
૧ વર્ધમાનઃ એક જાતના આકારનું નામ છે.
૨ જે સ્ત્રીના પગની આંગળીએ એક ખીજા સાથે મળી ગયેલી હેાય તે રાજદ્વારને રોાભાવે છે અને પુત્રવતી થાય છે, જેની તર્જની ( અંગુઠા પાસેથી પહેલી આંગળી) ખીજી આંગળીએ કરતાં વધેલી હેાય તે સાસુ સસરા પતિને પ્રિય થાય છે, તર્જની કરતાં મધ્ય આંગળી મેાટી હેાય તે અહંકારી થાય છે, જેની અનામિકા (છેલ્લીની પહેલાની આંગળી) સર્વેથી મેાટી હોય તે બહુ ઉત્તમ થાય, જેની ટચલી આંગળી સર્વેથી મેાટી હેાય તે સ્વજનમાં માન પામે છે, જેની સર્વે આંગળીએ બહુ નાની હેાય તે મર્યાદામાં રહી શકતી નથી, ટચલી આંગળીથી અનામિકા નાની હાય તે। તે સ્ત્રી પતિને દગા દેનારી થાય છે, જે સ્ત્રીની વચલી આંગળી સર્વેથી નાની હાય તે કદિ પરપુરૂષને સંગ કરે નહિ, જેની તર્જની આંગળી સર્વથી નાની હાય તેને પરણ્યા બાદ પણ તજવી, કારણ કે તેવી સ્રી પરપુરૂષ સાથે વિલાસ કર્યાં કરે છે. ( ભદ્ર. )
૩ જંઘા: ઘુંટણની નીચેને ભાગ.
૪ સાથળઃ ઉરૂ, ઘુંટણની ઉપરના ભાગ.
૫ જે સ્ત્રીની પગની જંધાઓ ગેાળ આરિસા જેવી ચકચકતી અને માંસયુક્ત હેાય તે સ્ત્રી ઉત્તમ જાણવી, જે સ્ત્રીની જંધા પાતળી અને વિષમ હોય તેને ખરાબ નણવી અને જે સ્રીની જંધાપર ઘણા કેશે! હાય તેને પતિ તથા ધનને ક્ષય કરનારી જાણવી. ( ભદ્ર. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org