________________
૧૧૫૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[પ્રકરણ ૫ “કમળના પાંદડા જેવી લાલરંગની જેની જીભ હોય અને અસુંવાળી હોય તે શાસ્ત્ર જાણનાર વિદ્વાન માણસની છે એમ સમજવું અને જે જીભમાં જુદા જુદા રંગ પડતા હોય તે જીભ દારૂ પીનારની છે એમ સમજવું.
શૂરવીર માણસનું તાળવું કમળના પત્ર જેવી કાંતિવાળું અને મનને હરણ કરનાર હોય છે અને જે તાળવું કાળું હોય તે કુળને ક્ષય કરનાર છે. કાળા રંગનું તાળવું દુઃખનું કારણ છે એમ સમજવું.
“જેને સ્વર હંસ અથવા સારસના જેવો હોય તે સુંદર સ્વરવાળા પુરૂષે જાણવા અને તેવા પ્રાણીઓ સુખી થાય છે, જેને સ્વર કાગડા જે અથવા ગધેડા જે હોય છે તેને દુઃખી જાણવા
લાંબા (દીધ) નાકવાળા નિરંતર સુખી હોય છે, વિશુદ્ધ નાકવાળા ભાગ્યશાળી હોય છે, ચપટા (ચીબા) નાકવાળા પાપી હોય છે અને વાંકા વળી ગયેલા નાકવાળા ચોર હોય છે.
૧ જેની જીભ શ્યામ રંગની હોય તે દાસપણું કરે, લીસી જીભ દરિદ્રપણું આ૫, મેલી જીભ અશુભ કાર્ય નીપજાવે, સફેદ જીભ લંપટપણું શીખવે; જેની જીભ તીક્ષણ તથા ખડબચડી હોય તેને મિષ્ટાન્ન ભેજન મળે છે; જેની જીભ વાંકી હોય તે રાજ્ય તરફનું કષ્ટ ભોગવે, જેની જીભ બેલતા અચકાતી હોય તે સર્વ લોકેથી માન પામે તથા તેને ઘેર પુત્રોને જન્મ થાય, વળી જેની જીભ લાલ રંગની અને અણીદાર હોય તે વિદ્વાન્ થાય, જેની જીભ મુખની બહાર નીકળી ન શકે તે પાપી અને નરકગામી થાય, જેની જીભ તાળવાને અડી ન શકે તે દુઃખી થાય અને જેની જીભ સ્વાદને જાણી ન શકે તેનું તકાળ મૃત્યુ થાય. (ભદ્રબાહુ).
૨ જે માણસનું તાળવું શ્યામ રંગનું હોય તે માણસ કુળનો નાશ કરે, જેનું તાળવું લાલ રંગનું હોય તે રાજી થાય, જેનું તાળવું હમેશાં સુકાયેલું રહે તે દુઃખ પામે, જેનું તાળવું વચ્ચે સાંધાની લીંટીવાળું હોય તે ધનરહિત થાય, જેનું તાળવું હમેશા ભીનું રહે તે સુખી થાય, જેના મુખમાં ગયેલા ઉના ઠંડા ૫દાયને સ્પર્શ તાળુને ન જણાય તે માણસનું તત્કાળ મરણ થાય. (ભદ્ર)
૩ જે પુરૂષને સ્વર મહા ગંભીર હોય તે જ્ઞાની, દાતાર, શરીર અને સુખી હોય એમ સામુદ્રિક શાસ્ત્ર કહે છે. (ભદ્ર)
૪ જેની નાસિકા વાંકી તથા વિષમ હોય તે ભાગ્યહીન અને ધનહીન થાય છે અને અંતે અત્યંત દુઃખી થાય છે, પીળી નાસિકાવાળાને કાર્યમાં ધીરે જાણુ, હાથી સરખી નાસિકાવાળાને ભક્તિભાવવાળે જાણ, પોપટની ચાંચ સરખી નાસિકાવાળાને ભાગ્યશાળી રાજા જાણ, દિપક સરખી નાસિકાવાળાને ૫ણું ઉત્તમ જાણ (ભદ્રબાહ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org