________________
પ્રભુ ૨]
નરનારી શરીરલક્ષણ.
૧૧૫૭
મનસ્વી પુરૂષની દૃષ્ટિ નીલ કમળની પાંખડીની છાયા જેવી ાળી હોય છે તે ખાસ પસંદ કરવા યોગ્ય છે; જે દૃષ્ટિ મધ અથવા દીવાની શિખાના જેવા પીળા વર્ણવાળી હોય છે તે પણ સારી ગણાય છે; જે નજર બિલાડીના જેવી માંજરી હોય તે પાપી જાણવી. વાંકી નજર (દાઢી આંખ), ભયંકર દૃષ્ટિ, ત્રાંસી આખ, દીન નજર, અતિ લાલ આંખ, લુખી આંખ અને કાળા અને પીળા મીશ્ર રંગવાળી આંખ (અથવા નજર) હોય તે ખરાબ કહેવાય છે. ભાગ્યશાળી પુરૂષોની આંખ કાળા કમળ જેવી હાય છે, લાંબુ આયુષ્ય ભાગવનારની નજર ગંભીર હાય છે, ભાગીની દૃષ્ટિ વિપુલ હોય છે અને થાડા વરસ જીવનારની આંખા ઉછળતી હોય છે. કાણા પુરૂષના કરતાં આંધળા વધારે સારો અને ત્રાંસી આંખવાળા (ફાંગા) કરતાં કાણેા કાંઇક સારા હોય છે અને જે બીકણ માયલા જેવા હોય તેના કરતાં તેા આંધળા પણ સારા, કાણા પણ સારા અને ફાંગે પણ સારા. જે આંખા ઠેકાણા વગરની હાય કે કારણ વગર હાલ્યા ચાલ્યા કરતી હોય, જે એક લક્ષ્યને આંધી શકતી ન હોય, જે તદ્દન લુખી સુકી હોય અને મલીન જેવી જણાતી હોય તે નજર પાપી પ્રાણીઓની છે એમ જાણવું. પાપી માણસ નીચું જોઇને ચાલે છે, સરળ માણસ સીધું ોઇને ચાલે છે, ભાગ્યશાળી ઊંચી નજર રાખીને ચાલે છે અને જે પ્રાણી વારંવાર ગુસ્સે થયા કરે તેવા ક્રોધી હોય છે તે વારંવાર આડું અવળું જોયા કરે છે.' જે પ્રાણીઓ માન અને સૌભાગ્યને યોગ્ય હાય છે તેનાં ભવા (ભમ્મરા) લાંબા અને વિસ્તીર્ણ હોય છે અને જેનાં ભવાં તદ્દન હીન હાય છે તે પ્રાણી સ્ત્રીના સંબંધમાં મેટી આપત્તિમાં આવી પડે છે.”
૧ જેનાં નેત્રા વિશાળ હેાય તે મેટા ભાગ્યશાળી રાજા થાય, જેની આંખાના ખૂણા લાલ રંગના હોય તે માણસ કુટુંબમાં બહુ પ્રીતિવાળા થાય, જેની આંખે। ગાળ આકારવાળી હાય તે શૂરા થાય, જેની આંખેા કુટિલ હેાય તે દુરાચારી થાય, જેની આંખા પીળા હેય તે રાગી થાય, જેની આંખેા કમળ સરખી હાય તે ધનવાન અને ધ્યાન કરનારા થાય, જેની આંખે। બિલાડી જેવી હાય તે લંપટ થાય, સુવર્ણ સરખી હેાય તે ધનવાન થાય, યારા સરખી હેાય તે ઉત્તમ થાય, મત્સ્ય સરખી હેાય તે રાજા થાય, જેની આંખે। માંજરી હાય તેને ઉત્તમ નહિ જાવા, ત્રાંસી હેાય તે રિટ્રી થાય અને જેની એક આંખ ગયેલી હાય તે કપટી અને નિર્બુદ્ધિ થાય. (ભદ્રહ.)
૨ જેની ભમ્મર રામવાળી અને તરવાર જેવી વાંકી હાય તેને ગુણવાન્ માસ અણવા, જેની ભમ્મર સીધી અને છૂટા છૂટા રામવાળી હેાય તેને દરદ્રી જાણવા, જેની ભમ્મર તમામ નીચી હેાય તેને ધન ગુમાવનારા તથા નિર્બુદ્ધિ જાણવા, જેની શમ્મરના વાળા ભૂરા રંગના હેાય તેને લંપટ જાણવા, જેની ભમ્મરે બહુ જ નટી હાય તેનું આયુષ્ય બહુ ટૂંકું હેાય છે. (ભદ્રા)
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org