________________
પ્રકરણ ૧] વામદેવ-માયાસ્ત પરિચય.
૧૧૪૭ વિમળ સાથે મિત્રી. વર્ધમાન નગરના મહારાજા ધવળ રાજાની પટરાણું કમળ સુંદરી હતી. તેને મારી માતા કનકસુંદરી સાથે હેનપણું હતા અને બન્નેને અરસ્પર સ્નેહ ઘણે સારે હતું. એ રાણીને દીકરે વિમળ નામનો હતું. તે મને માતાઓના સંબંધથી નિખાલસ હૃદયથી ઘણો ચાહતો હતો અને અમે બન્ને એક બીજાના ઈષ્ટ મિત્રો થયા હતા. એ વિમળ કુમાર નિરંતર પરના ઉપર ઉપકાર કરવા માટે તત્પર રહેતા હતું, તેનું મન સ્નેહસંબંધથી ભરપૂર હતું અને તે એક મહાત્મા જેવો જ જણાતો હતો. કેઈ પણ જાતના ગોટાળા કે દાવપેચ વગર તે મારી સાથે પ્રદથી રહેતો હતો. વિમળ જ્યારે મારા ઉપર આવી એકનિષ્ઠાથી સરખો સ્નેહ રાખતો હતો, ત્યારે હું તે માયાના પ્રતાપથી મનમાં શઠતા રાખતા હતા, સ્નેહમાં સાચો રહેતા ન હોત અને વિમળ જેવા પવિત્ર મહાત્મા તરફ પણ મળ (દેષ-મેલ-કચ-ગૂઢ આંતર આશય)વાળે રહેતા હતા અને કુટિલતાનું એક ઘર જ બની ગયો હતા. વિમળ કુમાર સાચો શુદ્ધ પ્રેમ રાખતો હતો અને હું કપટમૈત્રી રાખતા હતા. તેવી વિચિત્ર અવસ્થામાં વર્તતા અમે અનેક પ્રકારની કીડાઓ કરતા હતા, આનંદમાં વર્તતા હતા અને લહેર કરતા હતા. એવી રીતે શુદ્ધ પ્રેમ અને લુચ્ચાઇની વચ્ચે ઝોલાં ખાતાં અમારા પ્રેમસંબંધમાં અમે દિવસના દિવસ કાઢી નાખ્યા.
હવે મહાત્મા વિમળે નાનપણમાં એક સારા ઉપાધ્યાયને વેગ મેળવીને તેની પાસેથી સઘળી કળાઓનો અભ્યાસ કરી લીધો. અને અનુક્રમે યુવતિઓનાં નેત્રોને આનંદદાયી, કામદેવના મંદિર સમાન અને લાવણ્યસમુદ્રના આધારભૂત તરૂણાવસ્થાને તે પામ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org