________________
પ્રકરણ ૧] વામદેવ-માયાસ્ત પરિચય
૧૧૪૫ વામદેવ–“ભાઈ! ખરી રીતે તો એ હકીકત મને અત્યારે યાદ આવતી નથી પણ મારા હૃદયમાં એ ભાવ આવે છે કે જાણે તારી સાથે ઘણું લાંબા વખતથી પરિચય હોય, કારણ કે ભાઈ મૃષાવાદ ! જ્યારથી મેં તને જોયો છે ત્યારથી મારી આંખ શીતળ હીમ જેવી થઈ ગઈ છે અને મારા મનમાં આનંદ આનંદ થઈ ગયો છે.
नूनं जातिसरा मन्ये, दृष्टिरेषा शरीरिणाम् ।
प्रिये हि विकसत्येषा, दृष्टे दन्दह्यतेऽप्रिये ॥ પ્રાણીઓનું દર્શન પૂર્વ જાતિને જરૂર સ્મરણ કરે-વાદ લાવે તેવી (જાતિસ્મરણવાળી) જણાય છે, કારણ કે જ્યારે પોતાના વહાલા સ્નેહી સંબંધીને જુએ છે ત્યારે તે વિકાસ પામે છે અને જ્યારે પોતાને અપ્રિય હોય તેને જુએ છે ત્યારે તેને બળતરા ઉત્પન્ન થઈ જાય છે, માટે ભાઈ! તારે આ બાબતમાં જરા પણ શોક કરવો ઉચિત નથી. મિત્ર! તું મારા પ્રાણુ જેવો છે. હવે તારે મને જે કહેવું હોય તે ખુશીથી કહે.” મૃષાવાદ–“ભાઈ વામદેવ! મારે તને કહેવાનું પ્રયોજન તો
એકજ છે અને તે એ છે કે હાલમાં આ મારી માયા સાથે બહેન મારી સાથે આવેલી છે તેને તારા ઉપર ઘણે ૫ રિચ ય. સ્નેહ છે અને નવા નવા ટીખળ કરવામાં આનંદ
માનનારા લેકેએ જે કે તે માયાના નામથી પ્રસિદ્ધ થયેલી છે તો પણ એના આચરણથી પ્રસન્ન થઈને એનું બહલિકા એવું બીજું સુંદર નામ પાડ્યું છે-હવે મારે તને કહેવાનું એ છે કે જેવી સારી રીતે તું મારી સાથે વર્તતે હતો તેવીજ સારી રીતે તેની સાથે વર્તન રાખજે. હું તો હાલ છૂપ રહેવાને છું, કારણ કે હાલ મારે અવસર નથી. અત્યારે એ તારા સંબંધમાં વધારે આવવાની છે, પરંતુ તારે એટલું સમજી જ રાખવું કે જ્યાં એ હશે ત્યાં તત્વથી હું તો જરૂર હોઈશ જ, કારણ કે અમારું બન્નેનું સ્વરૂપ એક બીજામાં દાખલ થઈ ગયેલું છે.
અને ભાઈ વામદેવ ! આ મારી સાથે બીજો પુરૂષ સ્તેય સાથે
આવેલો છે તે મારે નાનો ભાઇ છે, હાલમાં એ તારી સાથે ૫રિ ચ ય,
મિત્રતા કરવાને યોગ્ય છે, તેથી એને પણ અહીં સાથે
૧ જાતિસ્મરણ જ્ઞાન જે મતિજ્ઞાનનો ભેદ છે તે થાય તો પૂર્વ ભવ પ્રાણી દેખી
કે,
૨ બહુલિકા માયાનું આ બીજું હુલામણાનું નામ છે, શાસ્ત્ર પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org