________________
પ્રકરણ ૨]
નરનારી શરીરલક્ષણુ,
૧૧૫૧
તે તું મને જણાય. એ જાણ્ણાનું મારાં મનમાં ઘણુંજ કુતૂહળ છે, માટે પ્રથમ તે મને એ લક્ષણા જાવ.”
પુરૂષસ્ત્રીનાં શરીરલક્ષણ,
પછી વિમળે નરનારીનાં લક્ષણા કહેવા માંડ્યાઃ—
“ભાઇ વામદેવ ! પુરૂષાનાં લક્ષણા અનેક ગ્રંથામાં વિસ્તારથી વર્ણવેલાં છે તેને એકદમ ટુંકામાં વર્ણવવાને કાણુ શક્તિમાન થાય? તેમજ વળી સ્ત્રીઓનાં લક્ષણા પણ બહુ વિસ્તારથી વર્ણવવામાં આવ્યાં છે તેના વર્ણનના પાર કોણ પામી શકે અને કોણ તેને પેાતાના ધ્યાનમાં સંપૂર્ણપણે અવધારી શકે? હવે તને આ બાબતમાં ઘણુંજ કુતુહળ થયું છે તે એ લક્ષણ સંબંધી હકીકત તને સંક્ષેપમાં જણાવું. હું સ્ત્રી અને પુરૂષનાં જે લક્ષણા બતાવું છું તે તું બરાબર ધ્યાન રાખીને સાંભળજે.” મેં સંજ્ઞાથી એ હકીકત જાણવાની ઇચ્છા બતાવવાથી તથા બહુ કૃપા કરી' એટલા શબ્દો મારા એકલવાની સાથે જ વિમળ કુમારે પેાતાની વાત આગળ ચલાવી:
પુરૂષ લક્ષણ.
“પગનું તળીયું લાલ, સ્રિગ્ધ અને લાંક ચૂંકું નહિ પણ સીધું હાય, કમળ જેવું, મનેાહર અને સુકેામળ હોય તેમજ સારી રીતે લાગી રહેલ હાય તો તે બહુ વખાણુ કરવા યોગ્ય-પસંદ કરવા યોગ્ય છે એમ સમજવું.
જે પુરૂષના પગના તળીઆમાં ચંદ્ર, વજ્ર, અંકુશ, છત્ર, શંખ, સૂર્ય ઇત્યાદિ ચિહ્નો દેખાય તે પુરૂષ ભાગ્યશાળી છે એમ સમજવું.
એ ચંદ્ર વિગેરે જે ચિહ્નો મેં કહ્યાં તે પૂરેપૂરાં ન હેાય અને છુટાંછવાયાં દેખાતાં હેાય તે તે માણસ પેાતાની પછવાડેની જીંદગીમાં ભાગ ભાગવનાર ભાગ્યશાળી થશે એમ સમજવું.
જે પુરૂષના પગને તળીએ ગધેડા, ડુક્કર અથવા શિયાળનું
૧ આ સામુદ્રિક શાસ્ત્રને વિષય છે. મારા જોવામાં એક ભદ્રબાહુ સ્વામી કૃત સામુદ્રિક શાસ્ત્રના ગ્રંથ આવ્યા છે. તેનું ભાષાંતર શેઠ ભીમશી માણેક તરફથી બહાર પડયું છે. તે ગ્રંથમાં પુરૂષ, સ્ત્રી, અશ્વ, હાથી અને બળદનાં શરીર ઉપરનાં ચિહ્નો પર અને તેનાં ફળપર વિસ્તારથી વિવેચન છે. આ નિમિત્ત શાસ્રના જેને શાખ હાય તેમને એ ગ્રંથ વાંચવા ભલામણ છે. અર્થ સમજવામાં મેં એ ગ્રંથના ઉપયાગ કર્યો છે. મા. ગિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org