________________
૧૧૫૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ પ
ચિહ્ન સ્ફુટ રીતે દેખાય તે પુરૂષ નિર્ભાગી અને દુઃખી છે એમ જાણવું.
{ મિત્ર વિમળ આ પ્રમાણે વાત કરતા હતા તે વખતે જરા ઉપહાસ કરવા સારૂ હું વચમાં (વામદેવ) બેલી ઉઠ્યો-મિત્ર ! તું તેા સારાં લક્ષણા મને જણાવતા હતા તેમાં વળી અપલક્ષણની વાત પણ ક્યાંથી કરવા મંડી ગયા ?” વિમળે જવામમાં કહ્યું-માણસની સામે જોવાથીજ તેનાં સારાં અને ખરામ લક્ષણા જણાય છે અને તેથી તેનાં બે પ્રકારનાં લક્ષણુ ગણાય છે: કેટલાંક લક્ષણ સારાં હોય છે અને કેટલાંક ખરાબ હોય છે. આ પ્રમાણે હાવાથી શરીરપર જે એ પ્રકારનાં ચિહ્નો હાય છે તે સુખ અને દુઃખ મતાવનારાં હોય છે તેથી લક્ષણને વિદ્વાના બે પ્રકારનાં કહે છે. આ પ્રમાણે હાવાથી નર (પુરૂષ)નાં લક્ષણ પ્રસ્તુત છે, તેમાં તેની સાથે તેનાં અપલક્ષણા સંઅંધી વાત કરવી તે તદ્દન યોગ્ય છે એમ ભાઇ વામદેવ ! તું જાણુ,” વામદેવે જવાબમાં કહ્યું “ભાઇ વિમળ ! આ તેા લક્ષણ અને અપક્ષક્ષણ શબ્દની વ્યુત્પત્તિને લઇને મેં માત્ર મરકરી કરી હતી, બાકી બન્ને વાત કરવાથી તું તે મારા ઉપર એવડો ઉપકાર કરે છે. હવે વાત આગળ ચલાવ.” વિમળે પુરૂષનાં લક્ષણા સંબંધી વાત આગળ ચલાવી—}
ભાગ્યશાળી માણસાનાં નખ અત્યંત ઊંચા હૈાય છે, વિસ્તીર્યું હાય છે, રાતા હોય છે, ચીકાશદાર આરિસા જેવા ચળકતા હૈાય છે. એવા નખ જો પ્રાણીના હોય છે તે તે તેને ધન ભાગ અને સુખ આપનાર થાય છે; મતલબ તેવા નખવાળા પ્રાણીને ધનના ભાગને અને સુખને સારી રીતે લાભ મળે છે. જો નખ ધેાળા હાય તા તે પ્રાણી ભીખ ઉપર ગુજરાન કરનારા છે એમ સમજવું અને જો તે લુખા હોય અથવા જાત જાતના રંગવાળા હોય તે તે નખવાળે માણસ ખરાબ વર્તનવાળા છે એમ સમજવું.
· જેના પગ વચ્ચેથી ટુંકા હોય તેનું સ્ત્રી સંબંધી કાઇ કામ આવી પડે તેમાં મરણ થાય. માંસવગરના પાતળા પચકેલ પગે સારાં નથી એમ કહ્યું છે અને પગ નાના મોટા હાય તે પણ સારા નથી એમ સમજવું, ખાકી કાચમાની જેવા ઊંચા, જાડા, ચીકાશદાર, માંસળ (ભરેલા), સાધારણ રીતે કોમળ અને એક બીજાને અડકતા પગા
૧ પુષ્પિતક શબ્દ છે-એના ખીો અર્થ ડાધાડુધીવાળા એવા પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org