________________
૧૧૪૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[પ્રસ્તાવ પ
લેતા આવ્યા છું. એનું નામ `Ôય છે. એનામાં ઘણી પ્રમળ શક્તિ છે, એ મહા તેજવાળા છે. પહેલાં એ છૂપાઇને રહેલા હતા, અત્યારે પેાતાને યોગ્ય પ્રસંગ જાણીને તે અહીં આવેલ છે. મારે તને એના સંબંધમાં માત્ર એટલું જ કહેવાનું છે કે જેવા પ્રેમ તું મારા ઉપર રાખતા હતા અને જેવી સારી રીતે મારી તરફ જોતા હતા તેવી જ સારી રીતે અને તેટલા જ સ્નેહભાવથી તેના તરફ તું વર્તજે અને તેને તારા વહાલા ભાઇ ગણજે.”
વામદેવ—“ સુજ્ઞ મિત્ર ! જે તારી બહેન તે મારી પણ મોટી બહેન છે એમ જ હું ગણીશ અને જે તારા સહેાદર ભાઇ છે તે મારા પણ ભાઇ છે એમ હું માનીશ. તારે એ બાબતમાં કહેવાની જરૂર હોય જ નહિ.” મૃષાવાદ—“મિત્ર! ભારે કૃપા કરી, મારા ઉપર તેં માટી મહેરબાની કરી, તેં આ પ્રમાણે કરવા વચન આપ્યું તેથી હું તેા ખરેખર કૃતકૃત્ય થયા છું. ધન્ય છે નરોત્તમ તને!”
આ પ્રમાણે કહીને મૃષાવાદ અંતર્ધ્યાન થઇ ગયા.
માયા અને સ્તેયના પરિચયની અસર,
હવે મને માયા અને સ્તેયને પરિચય થયા, તેના પરિણામે મારા મનમાં જે વિચારો થવા લાગ્યા તે અત્ર સંક્ષેપમાં જણાવી દઉં: હું વિચારતા હતા કે અહા ! મારે માયા જેવી બહેન સાંપડી અને તેય જેવા ભાઇ મળ્યા તેથી ખરેખર હું ધન્ય છું ! આવા ભાઇબહેન તા ભાગ્યે જ મળે છે ! વિગેરે. તેની સાથે વિલાસ કરતાં મારી ચેતના ભમવા લાગી અને મનમાં અનેક પ્રકારના તર્કવિતર્કો થવા લાગ્યાઃ મને માયાની અસરથી એવું થવા માંડ્યું કે જાણે આ આખી દુનિયાને છેતરી દઉં, અનેક પ્રકારના પ્રપંચેાથી બધાને ભેાળવી દઉ'; અને વળી સ્તેયની અસ રથી એવું લાગવા માંડ્યું કે પારકાનું સર્વ ધન હું ચોરી લઉં કે ઉઠાવી લાવું. ત્યારથી માંડીને હું તે અન્ય લોકોને છેતરવાના કામમાં અને પારકા પૈસા અને પારકી દાલત હરી લેવાની મામતમાં પ્રવર્તવા લાગ્યા. લાકોએ તથા સંબંધીવર્ગે પણ મારી તુલના કરી લીધી અને મારૂં એવું ખરાબ વર્તન જોઇને તેઓ મને એક તરખલા જેવા હલકો ગણવા લાગ્યા.
*
૧ તૈયઃ ચારી, લુંટ, ધાડ. પારકી વસ્તુ પચાવી લેવી, રત્ન વગર લેવી, ખીજે સ્થાનકે છુપાવી દેવી વિગરે સર્વ તૈયમાં આવે છે.
Jain Education International
*
*
*
For Private & Personal Use Only
www.jainelibrary.org