________________
પ્રકરણ ૧ ]
વામદેવ-માયાસ્તેયપરિચય.
૧૧૪૩
વામદેવ બાપુ ! તું કેમ આટલા બધા શાકાતુર થઇ હાવર અની ગયા?”
મનુષ્ય—“મારા અતિ પરિચય છતાં તું મને વીસરી ગયા એ જ મા શાકનું અને તેથી હાવરા મનવાનું કારણ છે.”
વામદેવ. અરે ભાઇ ! સુંદર ચક્ષુવાન ! તને મેં અગાઉ ક્યાં એા હતા તે તેા કહે.”
મનુષ્ય—‹ તેં મને ક્યાં અને કેવી રીતે જોયા હતા તે તને કહું છું તે ખરાખર સાંભળ. તને યાદ હશે કે અગાઉ તું 'અસંવ્યવહાર નગરમાં વસતા હતા તે વખતે તારી પાસે મારા જેવા ઘણા મિત્રો હતા. એ અસંવ્યવહાર નગરમાં તે વખતે હું તારા મિત્ર થયેા ન હેાતેા. ત્યાર પછી ફરવામાટે તું એક વખત એ નગરની બહાર નીકળ્યા અને એકાક્ષનિવાસ નગરમાં તથા વિકલાક્ષપુરમાં ઘણા વખત ફર્યો. એમ ફરતાં ફરતાં તું પંચાક્ષપશુસંસ્થાન ( તિર્યંચ ) નગરે આવી પહોંચ્યા. એ પશુસંસ્થાનમાં સંજ્ઞાવાળા ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા કુળપુત્રો રહે છે તેમના ટાળામાં અનેક સ્થાનકે ફરીને તું આવી પહોંચ્યા. જ્યારે તું એ ગર્ભજ સંજ્ઞી પંચાક્ષ પશુકુળપુત્રોમાં આવ્યા તે વખતે હું તારો મિત્ર થયા, પરંતુ હું છૂપા રહીને કામ કરતા હતા તેથી તેં મને ખરાઅર જોયા ન હોતા. હું ભાઇ! ત્યાર પછી તારે તે અહીં તહીં રખઢવાના અને ભ્રમણ કરવાનેા લગભગ સ્વભાવ પડી ગયા હતા તેથી તારી ભાર્યાં ( ભવિતવ્યતા ) સાથે અનંત સ્થાનકામાં અનેક વાર તું રખડયા, કર્યાં અને રાળાયેા. એમ કરતાં તને યાદ હશે કે એક વખત કુતૂહળ થવાથી તું સિદ્ધાર્થ નગરેપ તારી સ્ત્રીને સાથે લઇને ગયા. તે વખતે ત્યાં તું નરવાહન રાજાના રાજયમહેલમાં કેટલાક દિવસ રહ્યો હતા અને તે વખતે રિપુદારણ એવું તારૂં નામ હતું અને તે નામથી
મૃષાવાદનું એળખાણ.
૧ જીએ–પ્રસ્તાવ ખીન્ને, પ્રકરણ સાતમું. આ જીવ સૂક્ષ્મ વનસ્પતિમાં અનાદિ નિગેાદમાં હ્રાય ત્યારે અસંવ્યવહારી કહેવાય છે. ત્યાં મૃષાવાદ પ્રત્યક્ષ હોતું નથી, કારણ ત્યાં વ્યવહાર જ કરવાને નથી.
૨ બે ત્રણ ચાર ઇંદ્રિયવાળા જીવની તિ.
૩ પાંચ ઇંદ્રિય વાળા જળચર, સ્થળચર અને ખેચર.
૪ પંચેદ્રિય તિર્યંચમાં જયારે ગર્ભજ સંજ્ઞી થાય ત્યારે સ્પષ્ટ મૃષાયાદ ખેલવાના પ્રસંગ થાય છે.
૫ ચેાથા પ્રસ્તાવના નાયક રિપુદારણનું નગર. જુએ પૃ. ૭૦૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org