________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ પ
હે ગૃહીતસંકેતા! મારી સ્ત્રી ભવિતવ્યતાએ મને જે ગાળી આપી હતી તેના પ્રભાવથી મારી સાથે પુણ્યાદય મિત્રને લઇને હું તેની કુખમાં આન્યા. સંપૂર્ણ કાળ થતાં મારી માતાના શરીરથી હું છૂટા પડ્યો અને રંગભૂમિમાં જેમ નટ બહાર પડે તેમ હું યેાનિમાંથી બહાર આવ્યા . તે વખતે એક પવિત્ર સુંદર બાળકને પોતે જન્મ આપ્યા છે એવી મારી માતાના મનમાં ભાવના થઇ. મારી સાથે પુણ્યાદયને પણ જન્મ આપ્યા, પણ મારી માતાએ તેને દેખ્યા નહિ, કારણ કે એ અંત રંગના લાકા સાધારણ માણસની નજરે દેખાતા નથી. મારા પિતા સામદેવને ઘરના નાકર ચાકરે મારા જન્મની ખબર આપી એટલે તેણે પુત્રજન્મના મોટા મહાત્સવ કર્યોઃ યાચકોને બહુ દાન આપ્યાં, ગુરૂજનાની મહાન ભક્તિ કરી, સગા સંબંધીએ વિગેરે આનંદનાં વાજીંત્ર વગાડતાં ખૂબ નાચ્યાં. મારા જન્મને બાર દિવસ થયા એટલે મેટા આડંબર સાથે મારા પિતાએ મારૂં વામદેવ' નામ પાડ્યું.
૧૧૪૨
માયાસ્તેય પરિચય.
ત્યાર પછી અનેક પ્રકારના લાડ અનુભવતા અને સુખ ભાગવતા હું અનુક્રમે વધતા ગયા, મોટા થતા ગયા અને મારી ચેતના વધારે વધારે વ્યક્ત થતી ગઇ. એમ કરતાં જ્યારે મારામાં વધારે સમજણ આવી તે વખતે મેં તન કાળા રંગના બે પુરૂષ જોયા અને તેઓની પાસે ઘણી વાંકી અને કેડ ભાંગી જવાથી વળી ગયેલી એક કદરૂપી સ્ત્રી મારા જોવામાં આવી. આ ત્રણ મનુષ્યે કાણુ હશે અને શા માટે મારી પાસે આવ્યા હશે તેના હું વિચાર કરતા હતા ત્યાં તા તેઓમાંના એક પુરૂષ મને ખૂબ જોરથી ભેટયા અને મારે પગે પડ્યો. ત્યાર પછી તેણે મારી સાથે વાત કરવા માંડી:
મનુષ્ય—“ અરે મિત્ર! તું મને ઓળખે છે કે ભૂલી ગયા છે ?” હું આળખતા નથી, તમારા સંબંધ મને યાદ
વામદેવ (હું)
""
આવતા નથી.”
એ કાળા મનુષ્યાનેા પરિચય, પૂર્વ કાળના પરિચયની યાદ. મૃષાવાદ અને માયાના સંબંધ.
મારે જવાબ સાંભળીને તે કાળા રંગના મનુષ્ય શાકથી ન્હાવરા બની ગયા.
૧ શિવનું નામ વામદેવ છે. એ નામના એક ઋષિ પણ થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org