________________
પ્રકરણ ૧]
વામદેવ-માયાસ્તેયપરિચય.
૧૧૪૧
શીળગુણથી વિભૂષિત, સર્વ અવયવે સુંદર, ચોગ્ય પ્રકારની લજ્જા મર્યાદાને ધારણ કરનાર અને ધાર્મિક વૃત્તિવાળા હતા.
તે નગરમાં ધવળ નામના રાજા રાજ્ય કરતા હતાઃ તે અભિમાનથી ઉદ્ધૃત થઇ ગયેલા દુશ્મન રૂપી હાથીઓનાં કુંભસ્થળને ભેદી નાખે તેવા અને કપટવગરની સાચી શક્તિવાળા હતા. તે રાજામાં ખૂબિ એ હતી કે તે પોતાના અંવર્ગ રૂપ કુમુદ (રાત્રીવિકાસી કમળ) ઉપર જ્યારે ચંદ્ર જેવા હતા ત્યારે શત્રુ રૂપ તામસ (અંધકાર) ઉપર તે તે જ વખતે આકરા સૂર્યના આકાર ધારણ કરતા હતા. સર્વ રાણીઓમાં પતાકા જેવી એ ધવળ રાજાને કમલસુંદરી નામની પટ્ટરાણી હતી જે સૌંદર્યનેા નમુના હતી અને` શીલગુણથી સંપન્ન હતી. તે પટ્ટરાણીના ગર્ભમાં સારા અને સાચા ગુણાના તીર્થસ્થાન જેવા એક વિમળ નામના પુત્ર ઉત્પન્ન થયા. એ વિમળકુંવરમાં એવી મહત્તા હતી કે એ નાની વયનેા હતા ત્યારે પણ બાળકના જેવી નકામી ચેષ્ટા કરતા ન હોતા, પણ પરિપકવ માણસની જેમ મેાટાઇનાં અનેક લક્ષણા બતાવતા હતા.
કથાનાયક વામદેવના જન્મ,
હવે તે વર્ધમાનપુરમાં એક સામદેવ નામના મહા ધનવાન્ શેઠ વસતા હતા; તે લક્ષ્મી, સરસ્વતી અને સજ્જનતા રૂપ ત્રિપુટિનું પ્રિય મિલનસ્થાન હોવાથી ઘણા જ પ્રખ્યાત હતેા, સર્વને માનનીય હતા અને વળી જાતે પ્રાણીઓનું હિત કરવામાં સદા તત્પર રહેનારો હતા. એનામાં કોઇ પણ પ્રકારના અભિમાનના અભાવ હતા. અત્યંત નમ્રતાની સાથે તે ધનમાં કુબેર ભંડારીને હઠાવી દે તેવા હા, રૂપમાં કામદેવને હઠાવે તેવા હતા, બુદ્ધિમાં દેવતાના ગુરૂ બૃહસ્પતિને પણ પાછે પાડે તેવા હતા, અત્યંત ધૈર્યવાન હાવા સાથે તે આટલી મહત્તા જીરવી શકતા હતા, અને જાતે કોઇ મામતનું અભિમાન કરતા નહિ. એ સામદેવ શેઠને તેની જેવી જ ગુણવાળી કનકસુંદરી નામની ભાર્યા હતી, તે શીળગુણથી ભરપૂર હતી, લાવણ્ય રૂપ અમૃતથી ભરેલી હતી અને પોતાના પતિ તરફ અત્યંત ભક્તિવાળી હતી.
૧ બંધુને વિકસ્વર કરતા હતા, તે જ વખતે દુશ્મનેા તરફ સૂર્ય જેમ અંધકારને હઠાવી દે તેવા પ્રચંડ હતા.
૨ સૌંદર્ય સાથે શીળ એટલે સુવર્ણમાં સુગંધ મળ્યા જેવું.
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org