________________
પ્રકરણ ૩૮ ] રસના સાથે વિચક્ષણ જડ વ્યવહાર,
૧૧૦૯
ચેાગના અંજનની શક્તિના મને પણ બરાબર અનુભવ થયા છે. જ્યાં સુધી એ મહા તીવ્ર અંજનના પ્રયોગ કરવામાં આવતા નથી ત્યાં સુધી એ વિવેકપર્વત જૈનપુર વિગેરે ખરાખર દેખાઇ શકાતા નથી, પરંતુ જ્યારે એ વિમળાલેાક અંજનનેા પ્રયોગ કરવામાં આવે છે ત્યારે એ પર્વત અને નગર વિગેરે સર્વ જોઇ શકાય છે, એ દૂર લાગતા નથી પણ સર્વત્ર દેખાય છે—તે એ અંજનના મહા પ્રભાવ છે.”
આ પ્રમાણે હકીકત સાંભળીને વિચક્ષણે વિમર્શને કહ્યું “વિમર્શ! તારી પાસે એવું સુંદર અંજન હેાય તે તે જરૂર તું મને જલ્દી આપ, જેથી મારી ચિંતા ટળી જાય અને ઇચ્છા પાર પડે.”
વિમર્શે પેાતાના બનેવી ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી તેને વિમળાલાક અંજન આદરપૂર્વક દર્શાવ્યું. ત્યાર પછી જેવા એ અંજનના ઉપયોગ તેણે કર્યો કે તુરત જ તે પેાતાની સમક્ષ સર્વ ખાખતા દેખવા લાગ્યા, સર્વ હકીકત તેની નજર આગળ ખડી થઇ ગઇઃ અગાઉ સેંકડો લોકોથી ભરપૂર સાત્ત્વિકમાનસપુર નામનું નગર વર્ણવવામાં આવ્યું હતું તે અને ત્યાર પછી અત્યંત સુંદર વિવેક નામના વિશાળ પર્વત બતાવ્યા હતા તે પણ તેની સન્મુખ રજુ થઇ ગચા, વળી તે વિવેકપર્વતનું અપ્રમત્તત્ત્વ શિર વર્ણવવામાં આવ્યું હતું તે, તેમજ તેની ઉપર આવી રહેલ સુંદર જૈનપુર, તે જૈનપુરમાં રહેનારા મહાત્મા. સાધુ પુરૂષા, એ નગરના અરાબર મધ્ય ભાગમાં આવી રહેલા ચિત્તસમાધાન નામને મંડપ, એ મંડપની વચ્ચે રહેલી નિ:સ્પૃહતા નામની વેદિકા, એ વેદિકા ઉપર આવી રહેલું જીવવીર્ય નામનું મનેાહર સિંહાસન, એસિહાસનપર બેઠેલા ચારિત્રધર્મરાજ નામના મહારાજા, એ ચારિત્રરાજને મોટા પરિવાર–એ સર્વ વિચક્ષણના જેવામાં આવી ગયાં, તેની પાસે ખડાં થઇ ગયાં, સાથે વળી એ ચારિત્રમહારાજાના અને રાજાઓના ઉજ્જ્વળ સદ્ગુણા પશુ તેના જાણવામાં આવી ગયા. નરવાહન ! તે વખતે વિચક્ષણકુમારે એ સર્વ આખત જાણે પાતાની પાસે ખડી હોય તે પ્રમાણે સાક્ષાત્ નેઇ લીધી.
વિચક્ષણની દીક્ષા.
વિચક્ષણ આચાર્ય પાતાની વાત આગળ ચલાવતા કહેવા લાગ્યા–રાજા નરવાહન ! તે વખતે વિચક્ષણે પેાતાના પિતા શુભે
૧ પ્રકર્ષને એ અનુભવ ભવચક્ર નગરમાં થયા હતા. મા ચાલુ પ્રસ્તાવ એકરણ ૨૧-પૃ. ૯૩૩-૩૪.
૨ આચાર્ય વિચક્ષણ કહે છે—
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org