________________
પ્રકરણ ૪૦] વિપદારણને ગર્વ અને પાત.
૧૧૧૯ રિપુકારણને રાજ્ય. નરવાહનની દીક્ષા.
વિવેક અને બાહ્યદેશે, અગૃહીતસંકેતા! ત્યારપછી તુરત યોગ્ય તૈયારી કરી મારા પિતા નરવાહને મને (રિપુદારણને) રાજ્ય ઉપર અભિષેક કર્યો, તે પ્રસંગે કરવા ગ્ય સર્વ ક્રિયાઓ કરી, દાન દીધાં અને આચાર્ય વિચક્ષણ ગુરૂ પાસે દીક્ષા લઈ મારા પિતા નરવાહનરાજાએ રાજ્યને ત્યાગ કર્યો અને મને રાજ્યચિતા સોંપી દીધી. મારા પિતા આચાર્ય મહારાજશ્રી વિચક્ષણ સાથે વિવેકપર્વત ઉપર ગયા છતાં પોતે અત્યંત બુદ્ધિશાળી હોવાથી ગુરૂ મહારાજની સાથે બાહ્ય પ્રદેશમાં પણ વિહાર કરતા રહ્યા.
પ્રકરણ ૪૦ મું.
રિપુદારણને ગર્વ અને પાત.
ન છે રવાહન રાજા વિવેકપર્વતે ગયા, બાહ્ય આંતર પ્રદેશ
ફરતા રહ્યા અને રિપુદારણ રાજ્યાસનપર આવ્યો, પાતળા પુણ્યોદયે એની સ્થિતિ ફેરવી આપી, આવે વખતે અગૃહીતસંકેતા સાંભળે તેમ પિતાની બનેલી વાર્તા આગળ ચલાવતાં સંસારીજીવ કહે છે – પાપી મિત્રોનું જોર જોરની સ્પષ્ટ અસર,
પાતળો પણ પુણ્યદય, તે વખતે મને (રિપુદારણને) રાજ્ય મળ્યું એટલે મારા ખાસ મિત્રો શૈલરાજ અને મૃષાવાદ ઘણું ખુશી થયા અને તેઓ સમજ્યા કે હવે તેમને પાછો સારી રીતે અવકાશ મળશે. ત્યાર પછી તો તેઓ નિરંતર મારી પાસે રહેવા લાગ્યા, મારા પ્રેમમાં વધારે કરવા લાગ્યા અને પિતાના જોરમાં અને કાબુમાં પણ વધવા લાગ્યા. શૈલરાજના પ્રતાપથી મને તે વખતે આખું જગત્ એક તરણું જેવું લાગતું હતું અને જૂઠું બોલવું એ તો જાણે હોંમાંથી પાણીને કે ગળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org