________________
પ્રકરણ ૪૦] રિપુદારણને ગર્વ અને પાત. લઇશ. તમને તે મારે એટલી જ ભલામણ કરવાની છે કે જે માણસ આ ખાટી રીતનો દુરાગ્રહ રાખતો હોય તે નીચ છે. એવા અયોગ્ય ઉપર તમારે પ્રતિબંધ રાખવો યોગ્ય નથી. તમને એ રિષદારણ તરફ સ્વામી તરીકેનું જે મેટું માને છે, ખાસ પ્રીતિ છે અને આજ્ઞાંકિતપણું છે તે તમારે છેડી દેવું; કારણ કે એ રિપુદાર ણ રાજ્યલક્ષ્મીને યોગ્ય નથી અને તમારી જેવા સેવકેન નાયક થવાને પણ એ જરાએ લાયક નથી. માનસરોવર પર બેસી મોતીને ચારો કરનારા અને તે સુંદર સરોવરમાં આસક્ત અને ઘણું સુંદર ઉજજવળ રૂપવાળા રાજહંસોનો કાગડો નાયક થઇ શકતું નથી, હેતે નથી, હેય એમ કલ્પી પણ શકાતું નથી. માટે તમે એના ઉપર જે કાંઈ એહભાવ રાખે છે તે એકદમ છેડી દે.”
સેવકે નારાજ-બેદીલ-છેડી ગયા. મારા સર્વ મંત્રી સેનાપતિ અને નોકરે મારા અભિમાની અને જૂઠા વર્તનથી મારી તરફ બેદીલ થઈ ગયેલા હતા. તેમણે ચક્રવર્તીની આવી આશા સાંભળતાં જ તેની વાત ઉપાડી લીધી, સ્વીકારી લીધી અને ખુલ્લી રીતે તે જ નિર્ણય બતાવી આપે.
યોગેશ્વરના ચૂર્ણની અસર, સેવકે મુઝાયા અને ખસી ગયા,
રિપદારણને નેતરના ફટકા માર, હવે તપન ચક્રવર્તીની પાસે એક યોગેશ્વર નામને તંત્રવાદી હતે. તંત્રવાદીઓ મેલી વિદ્યામાં કુશલ હોય છે. તેને એકાંતમાં બોલાવી તપન રાજાએ શું શું કરવું અને કેવી રીતે કરવું એ સંબંધી હકીકત તેના કાનમાં ખાનગી રીતે કહી દીધી. તપન ચક્રવતીની આશા યોગેશ્વરે પોતાને માથે ચઢાવી. પછી એ યોગેશ્વર ઘણા રાજપુરૂષોની સાથે મારી પાસે આવ્યો. તેણે જોયું કે મારે મિત્ર શિવરાજ તે વખતે મને ટેકો આપીને બેઠે હતો અને મૃષાવાદ મને ભેટીને રહેલે હતે. આવી મારા અંતરંગ રાજ્યની સ્થિતિ હતી અને બાહ્ય પ્રદેશમાં અનેક મકરાઓ ઠઠ્ઠા મશકરી કરતાં મને વિંટાઈ વળ્યા હતા અને મારી ખુશામત કરતા હતા. યોગેશ્વર તે કાંઈ પણ બોલ્યા
૧ ચાકવર્તીનું આમાં કાંઇ કાવતરું નહતું, તે સમજતા હતા કે રિપદારણને તે ચોળી નખાશે, માત્ર તેને ગર્વ ઉતારી તેને હલકો પાડવાની તેમની ઈચ્છા હતી અને તેમ કરતાં તેના નિર્દોષ સેવકો માર્યો ન જાય તે તેની આતુરતા હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org