________________
પ્રકરણ ૪૦] રિપુદારણનો ગર્વ અને પાત.
૧૧૨૭ તાલ દેવા લાગ્યા અને જાણે મારા ચૂરેચૂરા કરી નાખવાના હોય તેમ વર્તવા લાગ્યા. તેઓના એટલા બધા પગે એવા જોરથી મારા શરીર ઉપર એકસાથે પડતા હતા કે જાણે આકરા લોઢાના પિંડનો ભાર મારા ઉપર ભારવામાં આવતો હોય એવું આકરું તે સર્વ લાગતું હતું અને તે પાટુઓ એક સાથે મારા શરીર પર પડતા હોવાથી મારું શરીર દબાઈ જતું હતું. મારી ચેતના તે વખતે વધારે મૂઢ થઈ ગઈ, હું મુંઝાઈ ગયે, ગભરાઈ ગયે, અકળાઈ ગયો. - પિલા રાજપુરૂષે જે યોગેશ્વર સાથે આવ્યા હતા તેઓ તો જાણે નરકપાળ હોય (પરમાધામી રાક્ષસે હોય) તેમ કુંડાળામાં ચોતરફ ફરતા હતા અને મને અંદરથી બહાર નીકળવા દેતા નહોતા. સામ સામા રાસ ખેલતાં જાય, મોટેથી ધ્રુવપદ અને બીજા પદો બોલતાં જાય, ત્રીતાલ લેતાં જાય, રાસ ખેલતાં જાય અને તાલ આવે ત્યારે મારા શરીરપર પાટા ઠેકતાં જાય-એમ કરતાં કરતાં મારા આખા નગરમાં મને ફેરવી તદ્દન હલકે અસાર મરેલા જેવો કરીને અનુક્રમે
જ્યાં તપન ચક્રવર્તી રહ્યા હતા ત્યાં લઈ આવ્યા. ત્યાં આવ્યા પછી તેમનામાં નવું જોર આવ્યું અને ચક્રવતીને વધારે નાટક બતાવવા લાગ્યા, લળી લળીને તાલ આપવા લાગ્યા, મને ખૂબ જોરથી પગના પાટુ મારવા લાગ્યા અને વળી મોટેથી ખડખડ હસવા લાગ્યા. મારી નગરીના અનેક લેકે જેવા એકઠા થયા હતા તેઓ તો ખુલ્લી રીતે ફીટકાર આપતા કહેતા હતા કે એ દુરાત્મા રિપુદારૂણ (હું) આવા અપમાન માર અને તિરસ્કારને ખરેખર લાયક જ છે. પછી ગેશ્વર રાસ લેનારાઓના કુંડાળામાં આવ્યો અને સર્વ સાંભળે તેમ બોલ્યો કે -
नो नतोऽसि पितृदेवगणं न च मातरं, किं हतोऽसि रिपुदारण पश्यसि कातरम् । नृत्य नृत्य विहिताहति देव पुरोऽधुना, निपत निपत चरणेषु च सर्व महीभुजाम् ॥
ધ્રુવક ચો દિ મમવિવેવમા ઈત્યાદિ. કોઈ દિવસ પિતાના બાપને દેવને કે માતાને માથું નીચું કરીને ન નથી તે હે રિપુદારણ! હવે કેમ મરવા પડ્યો છે? કેમ કાયર બની ગયો છે? હે રિપુદારણ! દેવ તપન ચક્રવતી પાસે આવીને અત્યારે હવે બરાબર નાચ, નાચ; અને આ સર્વે રાજાઓના ચરણે પડ!”
આ પ્રમાણે યોગેશ્વર બોલી રહ્યો એટલે તેઓ અવિવેકવાળું ધ્રુવપદ વારંવાર બોલવા લાગ્યા અને મને વધારે જોરથી પગના પાટુ મારવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org