________________
પ્રકરણ ૪૯] નરવાહન દીક્ષા–રિષદારૂણને રાજ્ય. ૧૧૫ આવ્યો છે એ બહુ સારું થયું છે, કારણ કે જ્યારે મહામહ વિગેરે જબરજસ્ત શત્રુઓ ભયંકર રીતે ચારે તરફથી ઘેરે ઘાલીને કૂદાકૂદ કરી રહ્યા હોય ત્યારે સુંદર જૈન નગર જે મજબુત કિલ્લાવાળું છે અને જે સારી રીતે રક્ષણ આપનાર છે તેને આશ્રય કેણ ન લે? એવા જબરા હલ્લા વખતે તો સારા કિલ્લાને આશ્રય કરે તે તદ્દન ઉચિત જ ગણાય. ગૃહવાસ (સંસારવાસ) તે દુ:ખસમૂહથી ભરપૂર છે, તેથી જે પ્રાણને સુખના ભંડાર રૂપ જૈનપુરની બરાબર ખબર હોય તે એવા ગ્રહવાસમાં ચિંતા વગરનો થઈને તે કેમ પડ્યો રહે? સમજુનું એ કર્તવ્ય નથી, ડાહ્યા માણસનું એ કામ નથી, સુજ્ઞનું એમાં ભૂષણ નથી. માટે આવા મોટા ભયને વખતે એક ક્ષણ પણ ઢીલ કરવી ઉચિત નથી. હવે જ્યારે તારા સમજવામાં તવરહસ્ય આવી ગયું છે તે તારે તો જૈનપુરમાં પ્રવેશ કરી દેવો એ જ યોગ્ય છે.”
રાજ્યની ચિંતા. પુત્રત્યાગ માટે ખેદ,
સ્ફટિક જેવા નિર્મલ મનના વિશુદ્ધ વહને.
આચાર્યશ્રીને પ્રશ્ન અને તેનો જવાબ, આવા વિચારને પરિણામે રાજાના મનમાં દઢ ઈચ્છા થઈ કે હવે જરૂ૨ દીક્ષા લેવી. એવી પ્રબળ ઇચછાને લઈને રાજા મનમાં વિચાર કરવા લાગ્યો કે–આ મારા રાજ્યની જવાબદારી ઉપર હું કેને સ્થાપન કરૂં? શું મારે પુત્ર ( રિપુદારણ) રાજ્યને યોગ્ય છે? હે "અગૃહીતસંકેતા! હું રિપુદારણે તે વખતે ત્યાં નજીક બેઠેલે હતા, તદ્દન દુઃખીઆ જે, નિભંગી જેવો લાગતો હતો અને મારું રૂપ એક તદ્દન ભીખારી જેવું લાગતું હતું. હકીકત એમ બની કે તે વખતે જ્યારે મારા પિતા નરવાહનરાજાએ મારી સામું જોયું તે વખતે પુણ્યોદય નામને પૂર્વ કાળને મારો મિત્ર છે કે શરીરે બીલકુલ લેવાઈ ગયેલું અને નિર્બળ થઈ ગયો હતો તે પણ જરા ફુરતા પા, જરા હાલ્યો ચાલ્યો અને તેણે કાંઈક જીવન બતાવ્યું; તેથી મારા પિતાશ્રીએ નિર્મળ અંતઃકરણથી મારી તરફ દૃષ્ટિપાત કરતાં તેને દેખ્યો અને તેથી જ પિતાશ્રીને મારા તરફ આદર થયે. મને જોતાં જ મારા પિતાશ્રીના મનમાં મારી પૂર્વલી વાત સાંભરી આવી; તેમને એમ
૧ સદાગમ સમક્ષ સંસારીજીવ પોતાને અનુભવ કહે છે, રિપુદારૂના સંવની વાત ચાલે છે. અગૃહતસંકેતા અને પ્રજ્ઞાવિશાળા સાંભળે છે-આ ભૂમિકા આખી વાર્તામાં લક્ષ્યમાં રાખવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org