________________
૧૧૩૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
લાગ્યું કે પોતે મને ઘરમાંથી કાઢી મૂક્યો તેને લઈને જ હું અત્યંત દીલગીરી ઉત્પન્ન કરે તેવી ખરામ સ્થિતિમાં આવી ગયા હતા અને એવી મારી ખરાબ સ્થિતિનું કારણ પોતે જ હતા. તેઓના મનમાં એમ પણ થયું કે અહા! પાતે જાતે છેકરાને તિરસ્કાર કરીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો તે જરાએ ટીક કર્યું હાતું, કારણકે ઝેરી ઝાડ પણ એકવાર જાતે જ પાણી પાઇને વધાર્યુ અને પછી તેને પેાતાને જ હાથે કાપી નાખવું એ અયોગ્ય છે. વાસ્તવિક વાત તેા એ હતી કે એવું ઝેરનું ઝાડ વાવવું જ ન હતું. અત્યારે અવસર પ્રમાણે તે મારે આ છેકરા રિપુદારૂણની પૂર્જા (સત્કાર) કરીને રાજ્ય ઉપર તે અભિષેક કરી પુત્ર પ્રત્યે મારી પિતા તરીકેની ફરજ બજાવી. સજ્જન પુરૂષોએ તેમ કરવું ઉચિત છે. અને એજ મારા તેના પ્રત્યેના પૂર્વના તેવા આચરણની શુદ્ધિ છે, એ પ્રમાણે કરવાથી કૃતકૃત્ય થઇશ, અને એવી રીતે રાજ્યની વ્યવસ્થા કરીને પછી નિર્મળ દીક્ષા ગ્રહણ કરીશ; અને અગૃહીતસંકેતા! તે વખતે હું ત દોષના ભંડાર હતા તે પણ મારા પિતાશ્રીનું મન એવું સુંદર તેનું કારણ છે તે તું સમજ. સજ્જન પુરૂષાનાં મન માખણ જેવાં સુકામળ હાઇ, તેને જ્યારે પશ્ચાત્તાપ ( પછવાડેથી થતા તાપ -પસ્તાવા ) ના સંબંધ થાય છે ત્યારે તે પીગળી જાય છે એમાં જરા પણ શંકા જેવું નથી, જે પ્રાણીઓનાં મન મેલ વગરનાં થા ગયાં હોય છે તેઓને તેમના પેાતાના આત્મા સ્ફટિક જેવા શુદ્ધ હાય તા પણ તે ઢાળવાળા લાગે છે અને અન્ય મનુષ્ય દાયના ઢગલા હાય તા પણ તદ્દન નિર્મળ લાગે છે. મહા બુદ્ધિશા માણસે જેઓ પાપકાર કરવામાં નિરંતર તત્પર હાય છે તે કદાચ કાઇ કારણને લઇને જરા કઠોર વચનવાળા-આકરા ગયા હાય તા પણ પછી જ્યારે તેઓ પેાતાનું કરેલું કર્મ યુ કરે છે, પાતે લીધેલા વલણ પર વિચાર કરે છે, ત્યારે તેમના મન જરૂર પશ્ચાત્તાપ થાય છે,
ઉપર પ્રમાણે વિચાર કર્યા પછી તુરત જ પિતાએ મને પોતા પાસે ખેલાવી ખેાળામાં બેસાડ્યો અને તેજ વખતે મારા પિતા
૧ પાયેલા વિષવૃક્ષને છેદાય નહિ એ ન્યાય વિચારવા ચેોગ્ય છે. પુત્રધર્મ અને સમાજધર્મ વચ્ચે વિરોધ છે. નરવાહનના નિર્ણય એલ કારાય તેવા જણાતા નથી.
૨ તાપમાં રહેલ ગરમી માખણને પીગળાવે છેણે પ્લેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org