________________
૧૧:૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
થઇ જશે. વળી ત્યાર પછી ઘેાડા જ વખતમાં તું મહામેાહ રાજા અને તેના ખાસ પરિવાર પર જાતે જ વિજય મેળવી શકીશ અને લેાલતાના તિરસ્કાર કરીને સર્વ સાધુઓની વચ્ચે રહી આનંદ કરી શકીશ.”
નરવાહનને વૈરાગ્ય-દીક્ષા,
ને
વિચક્ષણ આચાર્યના આવાં સુંદર સાંભળીને રાજા નરવાહન પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે અહા! આચાર્ય ભગવાને જે વાત કરી તે તે દીવા જેવી ખુલ્લી જણાય છે. વાતના સાર એ છે કે ચ ષોલ્લફ્તે રોચ્યાં, સચૈવ પ્રમુત્તા રે । જે બાહુબળથી ઉત્સાહ રાખીને આગળ વધે છે તેના હાથમાં પ્રભુતા આવે છે, પણ પ્રયત કર્યા વગર કાંઇ મળતું નથી અને પ્રયત્ન કરનારને જે જોઇએ તે મળે છે. તેટલા માટે ભગવાન મને કહેતા હોય એમ જણાય છે કે હે રાજન્! ભગવંતના મતની દીક્ષા તું ગ્રહણ કર, જેને પરિણામે પેાતાની જેવાને જે કાંઇ પ્રાપ્ત થયું છે તે (દીક્ષા લેનાર) તને પણ પ્રાપ્ત થાય.' અરે ખરેખર, મહાત્મા આચાર્યે તે મને ખરેખરો ઉત્તમ ઉપદેશ આપ્યા છે, માટે હવે તે હું દીક્ષા લઇ જ લ. નરવાહન રાજાએ આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કર્યાં. વિચક્ષણસૂરિનું વૃત્તાંત સાંભળી વૈરાગ્યવાસિત અંતઃકરણ થતાં નરવાહન રાજાના અનિષ્ટ પાપ પ્રકૃતિના પરમાણુઓનો નાશ થયા અને તેથી રાજા તે જ વખતે વિચક્ષણ આચાર્યના પગમાં પડ્યો અને બાહ્ય કે ભગવન્! જો મારામાં કોઇ પણ એવા પ્રકારની યોગ્યતા આપ જોઇ શકતા હૈ। તા તમારા જેવાએ જે કાંઇ કર્યું છે તેવું જ હું કરવા ઇચ્છા રાખું છું. વધારે વાતા કરવાથી શું? મારા ઉપર કૃપા કરીને આપ મને જૈન મતની દીક્ષા આપો. મને પૂર્ણ આશા છે કે આપસાહેબની કૃપાથી સર્વ સારાં વાનાં થશે.”
વિચારની
સ્થિરતા.
વિચક્ષણસૂરિએ જવાબમાં ફરીવાર કહ્યું કે હે રાજન! તેં જે નિશ્ચય કર્યો છે તે ઘણા સારા છે, તારા જેવા નિશ્ચય માં ભવ્યપુરૂષોએ એ પ્રમાણે કરવું એ જ ખાસ ચેગ્ય સ્થિરીકરણ. કર્તવ્ય છે. મને ખાતરીપૂર્વક એમ લાગે છે કે મારા વાક્યમાં જે ગૂઢ ભાષ રહ્યો હતા તે તું ખરાખર સમજી ગયા છે અને તેના શુભ આશય તારા ધ્યાનમાં આવી ગયા છે અને તેથી તેવી સાચી સમજણુને પરિણામે તને આવા સારા ઉત્સાહ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org