________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ
પુત્રના આવા સવાલ સાંભળી પિતા શુભેદયે તેને ઉ જણાવ્યું કે “ ભાઇ વિચક્ષણ ! દુનિયામાં આ રસના તારી સ્ત્રી તરીકે પ્રસિદ્ધ થઇ ગયેલી છે તેથી એકદમ તેને અકાળે તજી દેવી તે ઠીક નથી. મારા કહેવાની મતલબ એ છે કે તારે એને ત્યાગ કરવે હાય તા પણ ધીમે ધીમે-ક્રમે ક્રમે એને છેડતાં જવી એ વધારે ટીક લાગશે. અત્યારે તારે એ સંબંધમાં શું કરવું ઠીક છે તે પણ હું તને વિસ્તારથી સમજાવું તે તું ખરાખર સાંભળી લે. વિમાઁ વાત કરી તે ઉપરથી તારા ધ્યાનમાં આવ્યું હશે કે વિવેકપર્વત ઉપર મહામહ વિગેરેના નાશ કરનારા મહાત્માએ વસે છે. હવે જો તું તેની સાથે રહે અને તેઓ જેવા પ્રકારનું આચરણ કરે છે તેવું આચરણ કરતા રહે તે આ રસના જો કે ઘણી દુષ્ટ છે તેા પણ હે વત્સ! તને તે કાંઇ પણ કરી શકશે નહિ. એ વિવેકપર્વતપર રહેનારા મહાભાએ સાથે રહે અને તેમના આચાર પ્રમાણે ચાલે તેમના ઉપર રસનાની અસર કાંઇ પણ થઇ શકતી નથી, તેથી મારી સલાહ એ છે કે તું પ્રયત્ન કરીને એ વિવેકગિરિ ઉપર ચઢી જા અને રસનાના સર્વ દાષાથી દૂર રહી તારા કુટુંબ સાથે ત્યાં વાસ કર; જો કે રસના તારી સ્ત્રી તરીકે ત્યાં બધા કુટુંબીઓ વચ્ચે તારી સાથે રહેશે તે પણ તે તને કોઇ પ્રકારની પીડા ઉપજાવી શકશે નહિ.”
વિચક્ષણે ફરી વાર પૂછ્યું “પિતાજી! એ વિવેકપર્વત ત અહીંથી ઘણા દૂર છે, તા એટલે છેટે કુટુંબને સાથે લઈને હું કેવી રીતે જ* અને તેમ કરવામાં મને ઉત્સાહ પણ કેવી રીતે થાય ?” પિતા શુભેાદયે જવાબમાં કહ્યું “ ભાઇ વિચક્ષણ ! તારે વિમો જેવા સાળા છે તેથી એવી બાબતમાં તારે જરા પણ ચિંતા કરવા જેવું નથી. એ વિશે તે જેની સરખામણી થઈ ન શકે તેવા ચિંતામણિ રત જેવા છે. એ વિમર્શની પાસે એક સુંદર અંજન જે ઘણું અદ્ભુત કાર્ય કરનાર છે. એ અંજન તારી આંખેામાં આજશે એટલે તે અંજનના પ્રભાવથી એ વિવેક મહાપર્વતનું દર્શન તને અહીં જ કરાવી શકશે, તારે દૂર જવાની જરૂર પડશે નહિ.”
આ પ્રમાણે વાત ચાલતી હતી તે વખતે વચ્ચે પ્રકર્ષ ખેલી પિતાશ્રી ! એ બાબતમાં જરા પણુ શંકા જેવું નથી. એ
'
૧૧૦૯
ઉઠ્યો
૧ વિચક્ષણ આચાર્ય જે જાતે જ સંસારીપણે વિચક્ષણ કુમાર હતા તે આ વાર્તા નરવાહન સમક્ષ કહે છે અને રિપુઠ્ઠારૂણ નજીકમાં બેઠા બેઠા સાંભળે છે. સર્વ અનુભવ સંસારીજીવ સદાગમ સમક્ષ કહે છે અને અગ્રહીતસંતા સાંભળે છે આ વાત લક્ષ્યમાં રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org