________________
૩૭] કાર્યનિવેદન-(રિપોર્ટ).
૧૧૦૧ પ્રકર્ષ-“મામા! પાછા ફરવા માટે અત્યારનો વખત તે ઘણે ભયંકર છે. આવા સખ્ત ઉન્હાળામાં રસ્તે થઈને જવું એ તો મારાથી કઈ પણ રીતે બની શકે તેવું નથી. આ બે મહિના તે સખ્ત તાપને લીધે ઘણા આકરા લાગે છે, માટે ગ્રીષ્મ ઋતુ તે અહીં રહી જાઓ. પછી જ્યારે દિશાઓ ઠંડી થઈ જશે ત્યારે હું શીધ્ર ચાલી શકીશ. વળી મામા! આપણે બન્ને વિચારક છીએ તેથી આ જૈનપુર આપણને ઘણો ફાયદો કરે તેવું છે તેથી આપણે અહીં રહેવું પ્રજન વગરનું–નકામું થશે નહિ. આ ગુણભરપૂર શહેરમાં રહેવાથી મારામાં સ્થિરતા થતી જાય છે અને અહીં મને ગુણ થવાથી પિતાશ્રીને પણ આ સ્થાન ઉપર આદર થશે.”
વિમર્શ—“જે તારી તેવી જ મરજી હોય તે ભલે એમ કરીએ.”
મામાના જવાબથી પ્રર્ષને બહુ આનંદ થયો. પછી મામા ભાણેજ તે નગરમાં બે માસ વધારે રહ્યા. અનુક્રમે વર્ષાઋતુ આવી પહોંચી.
મામા ભાણેજને વિનેદ, ગુણવૃદ્ધિનું સાપેક્ષ્ય લક્ષ્ય
ચારમાસ જૈનપુરમાં રહેઠાણ, વર્ષવર્ણન,
घनतुङ्गपयोधरभारधरा, लसदुजवलविद्युदलङ्करणा। कृतसन्ततगर्जितधीररवा, दृढगोपितभास्करजाररता ॥ रटदुद्भटदर्दुरखिड्गनरा, चलशुभ्रबलाहकहासपरा । गिरिकोटरनृत्तशिखण्डिवरा, बहुलोकमनोहररूपधरा ॥ सुसुगन्धिकदम्बपरागवहा, विटकोटिविदारणमोदसहा। इति रूपविलासलसत्कपटा, भुवनेऽत्र रराज यथा कुलटा ॥
૧ મતલબ આ સ્થાનથી મને ગુણ થશે અને પિતા એ રોકાણ માટે નારાજ નહિ થાય, ઉલટે તેઓને પણ લાભ થશે. જૈનપુરમાં બને તેટલું વધારે રહેવાય તે સારું એમ કહેવાનો આશય જણાય છે.
૨ મારવા પાઠાંતર છે. ૩ વિતાના પાઠાંતર.
પર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org