________________
૧૧૦૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [રાળ છે
મેળાપ અને કાર્યનિવેદન (રિપ). વિમર્શ અને પ્રકમાં ચાલતા ચાલતા પોતાના દેશમાં આવી પહોંચ્યા. તેઓ જ્યારે શુભદય રાજા પાસે આવ્યા ત્યારે તેણે વિ. મર્શને રાજસભામાં મળવાનું માન આપ્યું. રાજસભામાં શુભદાય મહારાજા સાથે રાણી નિજચારતા પણ બીરાજમાન થયા હતા અને કુમાર વિચક્ષણ તથા સર્વે સભાજને હાજર હતા. મામા ભાણેજે રાજસભામાં પેસતાં શુભદય રાજાને પ્રણામ કર્યા અને પછી અને યોગ્ય વિનયપૂર્વક શુદ્ધ જમીનપર બેઠા. વિમર્શની બહેન બુદ્ધિદેવી (પ્રકર્ષની મા અને વિચક્ષણની પતી) જે રાજસભામાં હાજર હતી તેણે આગ્રહ કરીને ભાઈને જમીન પરથી ઊભું કર્યો, તે અને તેના પતિ (વિચક્ષણ) તેને વારંવાર પ્રેમથી ભેચ્યા અને તેને બહુ સત્કાર કર્યો, તેના તરફ પ્રેમ બતાવ્યું અને તેને પોતાની બાજુના આસન ઉપર બેસાડ્યો. ત્યાર પછી દાદા શુભદયે, દાદી નિજચારૂતાએ, તેમજ વિચક્ષણ અને બુદ્ધિદેવીએ અને બીજા હાજર રહેલા વડીલવર્ગ કુમાર પ્રકર્ષને અત્યંત આનંદથી બેલા, તેનાં ઓવારણું લીધાં અને ઘણું સ્નેહથી સર્વેએ તેને પિતાના ખેાળામાં બેસાડ્યો, વારંવાર તેનું મસ્તક સુવ્યું. પછી શુદય તથા વિચક્ષણ અને બીજા સર્વેએ રસનાની મૂળશુદ્ધિ કરવા એટલે તેની બરાબર હકીકત મેળવવા તેમને મોકલવામાં આવ્યા હતા તેને અંગે તેણે શું જોયું તે જણવવા વિમર્શને વિનતિ કરી. મેળાપવખતે થયેલા આનંદનાં આંસુઓ સાથે જ્યારે આવી વિનતિ વિમર્શને કરવામાં આવી ત્યારે તેણે પોતે અનુભવેલી અને મેળવેલી સર્વ હકીક્ત વિસ્તારથી શુભદય સમક્ષ તેની રાજસભા સાંભળે તેમ કહી સંભળાવી. પિતે ઘરેથી નીકળ્યા ત્યારે કેટલેક કાળ તે બાહ્ય પ્રદેશમાં ફર્યા, ત્યાર પછી પિતે અંતરંગ પ્રદેશમાં ગયા, ત્યાં તેઓએ બે નગર જોયા (રાજસચિત્ત અને તામસચિત્ત), ત્યાર પછી તેઓએ ચિત્તવૃત્તિ નામની મોટી અટવી જોઈ, ત્યાં તેઓએ મહામહ વિગેરે સાતે રાજાઓને બેસવાનાં સ્થાને જોયાં, ત્યાં તેઓએ રસનાની મૂળ શોધ કરવા તેના સ્થાનને કેવી રીતે નિર્ણય કર્યો તે સર્વ કર્યું. રસના રાગકેસરીરાજાના મંત્રી વિષયા
૧ બાળકના મસ્તકને પ્રેમથી સુંઘવાનો રિવાજ બંગાળામાં હાલ પણ પ્રવર્તે છે. તે વાત્સલ્ય બતાવે છે. છોકરાઓ વડીલના પગતળેથી રજ લઈ પોતાને ત્યારે મૂકે છે તે વિનય અને પૂજ્યબુદ્ધિ બતાવે છે.
૨ જુઓ પૃ. ૭૮૧-૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org