________________
૧૦૯૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
નામના એના મોટા યુવરાજ પુત્ર છે અને ગૃહિધર્મ નામના એના નાના પુત્ર છે એમ સમજ. સદ્બધ નામના એ મહારાજાના મંત્રી છે તેને રાજ્ય સંબંધી સર્વ ચિંતા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. એ રાજાના સેનાપતિ સમ્યગ્દર્શન નામના છે એમ તું જાણુ અને વત્સ ! સમજ કે સંતાષ નામને સેનાની છે તે રાજાનેા ખાસ તંત્રપાલ-અંગરક્ષક ( એડીકંપ) છે. જેવી રીતે મહામેાહ રાજા અને તેને સર્વ પરિવાર ત્રણ ભુવનના લોકોને મોટા સંતાપ કરનારા છે તેવી રીતે આ ચારિત્રરાજ અને તેના આખા પરિવાર ત્રણ ભુવનના સર્વે લેાકેાને આનંદ કરાવનારા છે. વળી વધારામાં એ ચારિત્રરાજ અને તેના સર્વ પરિવાર આખા જગતને ખરેખર આલમન રૂપ છે, જગતનું સાચું અને પરમાર્થથી હિત કરનારા છે અને આખા જગતના તે ખરેખરા અંધુઓ છે. વળી એ ઉપરાંત તેઓ આ અંત વગરના સંસારસમુદ્રને તરાવી તેને કાંઠે લઇ જનારા છે અને જગતને એ અનંત આનંદના સમૂહ એવી રીતે પ્રાપ્ત કરાવી આપનારા છે કે તે આનંદના પછી કદિ છેડો જ આવે નહિ. (મેાહરાય કદાચ માની લીધેલા અતાત્ત્વિક સ્થૂળ આનંદ કરાવે, પણ તે આનંદ ટકી શકતા નથી, જ્યારે ચારિત્રરાજ છેવટે જે તાત્ત્વિક આનંદ કરાવે છે. તેના તા કદિ છેડો જ આવત નથી.) ચારિત્રધર્મ રાજાની સાથે બીજા જે જે ઉત્તમ રાજાએ અહીં દેખાય છે તે સઘળા સર્વ પ્રાણીઓને સુખના હેતુભૂત છે. આવી રીતે ચારિત્રરાજના અંગભૂત માંધવાનું તારી આગળ વર્ણન કર્યું. એ ઉપરાંત વળી વેદિકાની પાસે મંડપમાં શુભાશય વિગેરે બેઠેલા દેખાય છે તે સર્વ ચારિત્રરાજના લરકરીઓ છે અને તેની સેનામાં મેાટા ઉપયાગી ભાગ ભજવે છે. એ રાજા મહારાજા ચારિત્રરાજના હુકમથી લેક્રેને સર્વ સારા વાના કરે છે અને તેમ કરવામાં જરા પણ કચાશ રાખતા નથી, કારણ કે તે સર્વ અમૃતની ઉપમાને ચેાગ્ય છે.
“ વળી ભાઇ પ્રકર્ષ! એ રાજાઓની વચ્ચે સર્વ પ્રાણીઓને સુખ આપનાર અનેક મનુષ્યેા છે, સ્ત્રીઓ છે અને છેકરાઓ પણ છે. વાત એમ છે કે આ સભાસ્થાન સંખ્યાબંધ રાજાઓથી અને અસંખ્ય માણસેાથી ભરપૂર છે તેનું પૂરેપૂરું વર્ણન કરવાને કાણુ શક્તિમાનૢ થઇ શકે? તેથી મેં ટુંકામાં આ મંડપ અથવા સભાસ્થાનનું તારી પાસે વર્ણન કર્યું છે. હવે જો તારૂં કુતૂહળ પૂરૂં થયું હેાય તે આપણે દરૂ વાજા તરફ જઇએ ( એટલે હવે અહીંથી રજા લઇએ ).”
૧ આ ઉત્તમ રાજાએ તે પાંચ ચારિત્ર લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org