________________
પ્રકરણ ૩૩] સાત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંમ્પ૧૦૫૩ કરે છે; સંસારી પ્રાણીઓ અનેક બાબતમાં ભય પામ્યા કરે છે તેમ આ જૈનપુરવાસી પ્રાણીઓ ભવચકમાં ભ્રમણ કરવાની “બાબતથી વારંવાર ભય પામ્યા કરે છે; જેમ સંસારી પ્રાણીઓને
અનેક ખરાબ પદાર્થો જોતાં કે એદી આળસુનો સંગ થતાં તે તરફ “જુગુપ્સા થાય છે તેમ આ જૈનપુરવાસીઓને પણ ખરાબ રીતીએ ચાલનારની બાબતમાં જુગુપ્સા થાય છે; જેમ ભવચક્રના ભવાભિનંદી લેકે અનેક ભવભ્રમણની બાબતમાં રમણ કરે છે તેમ “આ જૈનપુરવાસીઓ પણ નિવૃતિનગરીને માર્ગે રમણ કરે છે;
વ્યવહારૂ માણસો જેમ મૂર્ણ મનુષ્યની મૂર્ખતાની હાંસી કરે છે, “મજાક કરે છે, તેમ એ જૈનો વિષયસુખ ભેગવનારાઓને જોઈને “તેના તરફ હસે છે; સંસારી પ્રાણુઓ પિતાને અપ્રિય વસ્તુના “સંગમાં ઉદ્વેગ પામે છે તેમ આ જૈનપુરવાસીઓ આચારની “બાબતમાં શિથિલતા જોઈને ઉદ્વેગ પામે છે; સાધારણ પ્રાણીઓ
જેમ પ્રિય પદાર્થના વિયેગમાં દીલગીરિ (શેક) કરે છે તેમ આ “જૈનપુરવાસીઓ ભૂતકાળમાં થયેલા પિતાના ખરાબ ચરિત્રને યાદ
કરીને મનમાં વારંવાર શોચ કરે છે, પશ્ચાત્તાપ કરે છે, દીલગીર “થાય છે; ભવચક્રના લેકે બીજાના દુરાચાર તરફ તિરસ્કાર બતાવે છે તેમ એ જૈનપુરવાસીઓ પોતાના ઉત્તમ વર્તનમાં કઈ વખત
સ્મલના (ભૂલ) થતી જોઈ પોતાને ધિક્કારે છે એટલે તે બાબતને Kખરાબ માને છે; સંસારી પ્રાણીઓ જેમ લેકની કે લેકેાનાં કાર્યોની “નિંદા કરે છે તેમ એ જૈનપુરવાસી લેકે પૂર્વ પિતાનો ભવચક્રમાં નિવાસ “થયેલ છે તે બાબતની વારંવાર નિંદા કરતા જણાય છે; સંસારી જીવો “જેમ સુંદર યુવતિની પ્રાર્થના કરે છે, તેને રાજી રાખવા તેને પૂજે છે, તેમ “જૈનપુરવાસીઓ તીર્થકર મહારાજની આજ્ઞારૂપ યુવાન સ્ત્રીની આરાધના
કરે છે; સંસારી પ્રાણીઓ જેમ સુંદર લલનાની સેવા કરે છે તેમ એ “જૈનપુરવાસીઓ બે પ્રકારની શિક્ષારૂપ લલનાની સેવા ઉઠાવે છે.
“આવી રીતે મામા! તમે જોશો કે સંસારી જીવોમાં-ભવચક્રનેવાસીઓમાં મૂછ, રંજન, સેહ, પ્રેમ, સંતોષ, હર્ષ, દ્વેષ, ક્રોધ, રેષ, આનંદ, અહંકાર, વિશ્વાસ, વિસ્મય, ગૂઢતા, વંચન, લોભ, ગૃદ્ધિ, રક્ષા,
૧ ભય સાત પ્રકારે છેઃ ૧ ઇલેક ભય, ૨ પરલેક ભય, ૩ આદાન ભય, અકસ્માત ભય, ૫ અપયશ ભય, ૬ આજીવિકા ભય. ૭ મરણ ભય. મનુષ્યને મનુષ્યથી ભય તે ઈહલોક ભય અને મનુષ્યને દેવતિર્યંચનો ભય તે ૫રલેક ભય.
૨ શિક્ષા અભ્યાસ. તે બે પ્રકારે છે:–૧ ગ્રહણશિક્ષા, ૨ આસેવના શિક્ષા ૧ ચહણ શિક્ષાઃ પ્રતિદિન સૂત્ર અને અર્થનું વિધિપૂર્વક ગ્રહણું કરવું તે, ૨ આસેવના શિક્ષાઃ પ્રતિદિન વિધિપૂર્વક ક્રિયા કરવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org