________________
કરણ ૩૩] સાત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૦૫૫ હોય છે અને બહુ શ્રેષ્ઠ માણસો હોય છે, તેઓ સંબંધી હકીકત તને કહી સંભળાવી. હવે એ વિવેકગિરિના સદરહુ શિખર પર આવેલા ચત્તસમાધાન મંડપ સંબંધી હકીકત તને કહી સંભળાવું તે તું દયાન ઇને સાંભળઃ– ચત્તસમાધાન મંડપ.
એ મંડપમાં એવી શક્તિ છે કે જ્યારે એ પ્રાણીને મળી જાય ત્યારે તે પોતાના વીર્યથી પ્રાણને ઘણું સુખ આપે છે. ત્રણ જગતના બંધુ આ મહારાજાને બેસવા સારૂ એ મંડપ સ્રષ્ટાએ બનાવી રાખે છે. ( આ હકીકત કહેતી વખતે સિંહાસન પર બેઠેલા ચતુર્મુખ નૃપતિ તરફ આંગળી બતાવીને વિમર્શ હકીકત આગળ ચલાવે છે.)
જ્યાં સુધી આ ચિત્તસમાધાન મંડપ પ્રાણીને મળતો નથી ત્યાં સુધી આખા ભવચક્રનગરમાં સુખની ગંધ પણ પ્રાણીને આવતી નથી. નિસ્પૃહતા વેદિકા.
ભાઈ પ્રકઉં! આવી રીતે તારી પાસે ચિત્તસમાધાન મંડપની વાત ટુંકામાં કરી. હવે તારી પાસે નિ:સ્પૃહતા નામની તે મંડપના મધ્યમાં ગોઠવેલી વેદિકા સંબંધી હકીકત કહું તે સાંભળ. જે લોકે આ નિઃસ્પૃહતા નામની વેદિકાને વારંવાર સ્મરણમાં રાખ્યા કરે છે, યાદ કરે છે, તેમને શબ્દ વિગેરે ઇંદ્રિયના ભાગો તો તદ્દન ઝેર જેવા લાગે છે, તેમને એ ભોગોમાં કઈ જાતનો રસ આવતો નથી અને એમાં આનંદ પણ પડતો નથી. તેઓનું મન એવા ભેગો ઉપર જરા પણ લાગતું જ નથી અને તેથી તેઓએ જે કર્મો અગાઉ એકઠાં કરેલાં હોય છે તે ઓછાં થતાં જાય છે, ક્ષય પામતાં જાય છે અને એવી રીતે કર્મરૂપ કચરે જવાને લીધે તેઓ મેલ વગરના થઈને સંસારમાં રહે છે, પણ તેમને ભવચક ઉપર પ્રેમ હોતો નથી, તેનાથી કંટાળીને
૧ ચિત્તસમાધાન મંડપ: મનની સમતા, આવેશમાં આવી જવાને સર્વથા અસંભવ. સર્વ સુખનો આધાર મનની સમતા ઉપર છે એ દરરોજના અનુભવને વિષય છે. આ મંડપની સાથે મહામહ રાજાનો ચિત્તવિક્ષેપ મંડપ સરખા. તેના વર્ણન માટે જુઓ પૃ. ૮૦૭-૮.
૨ નિઃસ્પૃહતાઃ કોઈ પણ પ્રકારની સ્પૃહા-ઇચ્છા નહિ. નિર્મમત્વભાવ. જુઓ યશોવિજયજીનું નિઃસ્પૃહતા અષ્ટક. દુનિયામાં જે લંબાણ થાય છે તે આશા અને સ્પૃહાને જ આભારી છે. એકવાર સ્પૃહા નીકળી ગઈ એટલે કાર્ય સીધું, દિશા સ્પષ્ટ અને પ્રયાણ અટકાવ વગરનું થાય છે. આ નિઃસ્પૃહતા વેદિકા સાથે મહારાજાને બેસવાની તૃષ્ણા વેદિકા સરખાવવા યોગ્ય છે. તેના વર્ણન માટે જુઓ પૃ. ૮૦૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org