________________
પ્રકરણ ૩૫]. યતિધર્મ-ગ્રહિધર્મ
૧૦૭૯ ઈચ્છા રાખે, પણ તેને સર્વથા ત્યાગ તેનાથી થઈ શકતો નથી, છતાં તે સર્વ કાર્યો જયણાપૂર્વક કરે છે, સર્વ આહાર અને વ્યવહારમાં ઉપયોગ રાખે છે અને સંભાળપૂર્વક કામ કરે છે, એ નકામે જીવવધ કરતું નથી, જેટલું બની શકે તેટલું આરંભથી બચવા પ્રયત કરે છે. આ પ્રથમ વતને સ્થૂળ પ્રાણાતિપાત વિરમણવ્રત કહે છે.
(૨) ત્યાર પછી બીજું સ્થળ મૃષાવાદ વિરમણવ્રત આવે છે. જગતમાં પિતાની અપકીર્તિ થાય અથવા ધર્મની નિંદા થાય એવું તીવ્ર સંક્લેશથી અતિ દુષ્ટ આશયપૂર્વક અસત્ય ગૃહસ્થ બોલે નહિ. એના મુખ્ય પાંચ ભેદ છે તે આ પ્રમાણે (ક) કન્યાલીક એટલે કુંવારી કન્યા સંબંધી: નાની મોટી કહેવી, મેટીને નાની કહેવી, સારીને ખરાબ કહેવી, યા ખરાબને સારી કહેવી વિગેરે અસત્ય બેલી વરકન્યાને વેવીશાળ સંબંધ જોડાવી દેવો અથવા જોડાતાં અટકાવો. બનતા સુધી સંબંધ જોડાવાના કાર્યમાં ભાગ લે નહિ, કારણ કે તેથી સંસાર વધે છે અને ફરજને અંગે ભાગ લેવો પડે તે જૂઠું કે ભળતું બેલડું નહિ. આમાં કન્યાની માફક વર તથા બીજા પણ દ્વિપદનો સમાવેશ જાણવો. (ખ) ગવાલીક, પોતાની કે કોઈની ગાય વેચવાની હોય તો તેને માટે ખોટા વખાણ ન કરવા. આ ગાય શબ્દમાં બળદ ઘોડા પ્રમુખ સર્વ ચતુષ્પદોનો સમાવેશ થાય છે. આ જનાવરોનાં વેચાણ કરવા યોગ્ય તે નથી જ, પણ સંસારમાં રહીને કરવો પડે તો ખોટી વાત કરવી નહિ. (૨) ભૂખ્યલિક જમીનની માલિકી સંબંધમાં ખોટું બોલવું; એમાં ઘર દુકાન હવા પ્રકાશના હક્કો વિગેરે સઘળા (દ્વિપદ, ચતુષ્પદ સિવાયના) અપદ પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. એના સંબંધી ખેટું બેલી મામલે રણે ચઢાવ નહિ (ઘ) થાપણસો. પારકી વસ્તુ થાપણ તરીકે રાખી પછી બારીકીઓ કાઢવી, સહી નથી, આપ નથી, સાક્ષી નથી–વિગેરે વાંધાઓ કાઢવા, મુદતનો બાધ લેવો, પારકે માલ કે પૈસા પચાવી પાડવા યુક્તિઓ ઘવી (3) ખોટી સાક્ષી. કેરટમાં સેગનપર ખોટી સાક્ષી આપવી, ખોટાં સેગનનામાં (એફીડેવીટ) કરવાં, ભળતી જુબાની આપવી. આ પાંચ બાબતે ગૃહસ્થ ખાસ ત્યાગવી જોઈએ અને ટૂંકા જીવનમાં બનતાં સુધી કે બાબત ખોટી ન જ બલવી એ નિર્ણય કરવો જોઈએ. વર્તનની બાબતમાં અને સત્યની બાબતમાં એક હાઈ કોર્ટના જજજને પણ શરમાવે એવું સુંદર તેનું વર્તન દેવું જોઈએ. કેઈની ખાનગી વાત પ્રકટ ન કરવી, કેઈને ખોટી સલાહ ન આપવી, ખોટા દસ્તાવેજો તૈયાર ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org