________________
૧૦૮૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ તવે. કહ્યું છે કે પિતાને ઘેર આવેલા સાધુ, સાધી, શ્રાવક અથવા શ્રાવિકાને દેખી ભક્તિપૂર્વક ઊભા થઈ આસન દેવું, તેમના પગ પ્રમાર્જવા, તેમને નમસ્કાર કરવા વિગેરે ભક્તિપૂર્વક યથાશક્તિ અન્ન, પાન, વસ્ત્ર, ઔષધ, મકાન વિગેરે દેવાએ કરીને તેમને સંવિભાગ કરે, પોતાના સહેદર અંધુમાં અને સ્વધર્મ બંધુમાં તેને કાંઈ તફાવત લાગે નહિ અને તેને વધારવામાં અને ઠેકાણે પાડવામાં જાણે ઉપકાર કરે છે એમ તેને લાગે નહિ, માત્ર પોતાની ખરી ફરજ તે બજાવે છે એમ જ તેને જણાય અને તે અશક્ત રેગી અપંગને પણ બનતી સહાય આપે.
ભાઈ પ્રક! આ ગૃહિધર્મ નામને ફટા કુંવર છે તે જૈનસપુરમાં પ્રાણુ પાસે હિંસાના સંબંધમાં થોડી ઘણું પણ સુંદર વિરતિ (ત્યાગભાવ) કરાવે છે, એ પ્રાણુ પાસે મોટી મોટી બાબતમાં અને સત્યને ત્યાગ કરાવે છે, પારકી વસ્તુ લેવાની બાબતથી તેને દૂર રાખે છે, પરસ્ત્રીની બાબતમાં તેને ઘણે પરામુખ બનાવે છે અને સર્વ પરિગ્રહ એકઠે કરવાની બાબતમાં તેને હદમર્યાદા બાંધતે કરે છે, રાત્રીએ કઈ પણ પ્રકારનું ભેજન ન કરવા તેને સમજાવે છે અને તેને સંવરનું પ્રમાણ કરાવે છે, એગ્ય વસ્તુઓને ભોગ ઉપભોગ કરવા અગ્યનો ત્યાગ કરવા તેને કહે છે, નકામા પાપથી તેને દૂર રખાવે છે, સામાયિક કરવાની બાબતમાં તેને આસક્ત રાખે છે, દેશાવાશિક વ્રતમાં સંસક્ત બનાવે છે, તેની પાસે પૌષધ કરવાની બાબતમાં નિર્ણય કરાવે છે અને તેના મનોબળને અતિથિ આમંત્રણની બાબતમાં ઘણું પવિત્ર રાખે છે (પ્રેરે છે). વળી એમાં ખૂબિની વાત તો એ છે કે એ યુવરાજ ગૃહિધર્મ પ્રાણીને જેટલા હુકમ કરે છે અને પ્રાણી તે પૈકી જેટલાને અમલ પોતાની શક્તિ પ્રમાણે કરે છે તેને તેટલું ફળ પણ એ યુવરાજ બરાબર આપે છે. સદ્દગુણરક્તતા પુત્રવધૂ.
ત્યાર પછી ભાઈ પ્રકઉં! એ ગૃહસ્થ ધર્મની બાજુમાં પિતાની આંખો હર્ષ અને જિજ્ઞાસાથી ઉઘાડી રાખીને બેઠેલી જે નવવધૂ જેવી બાળા દેખાય છે તેનું નામ સદગુણરક્તતા છે અને તે આ ગૃહસ્થ ધર્મની પતી થાય છે. મુનિઓને એ બાળા ઉપર બહુ પ્રેમ
- ૧ સગુણરક્તતાઃ સદગુણનું આચરણ કરવામાં પ્રેમ. ગૃહસ્થધર્મને પ્રેમ એ બાબત પર હોય એ યોગ્ય જ છે. શ્રેષગજેન્દ્ર ફટાયાને જેમ અવિવેકિતા ભાર્યા છે તેમ આ પણ ફટાયાની સ્ત્રી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org