________________
૧૦૮૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ અને કુતરા પિપટ બિલાડી અથવા વાઘ હાથી સિંહ ચિત્તાને ઘરમાં કે બગીચામાં બાંધી રાખવા, તેમની કુદરતી સ્વતંત્રતા છીનવી લેવી અને તેનું પિષણ કરવું તે તેમજ અસતી સ્ત્રી વિગેરેનું પિષણ કરવું તે અસતીપોષણ–આ પાંચ સામાન્ય, આ પંદર કર્માદાનથી જીવહિંસાને લઈને બહુ પાપ બંધાય છે તેથી તેવી બાબતમાં પોતાના ધંધાને અંગે સંકેચ કરે, બનતા સુધી એ ધંધો કરે જ નહિ અને આજીવિકા માટે અન્ય ઉપાય ન જ હોય તે જરૂર પૂરતું કરવામાં પણ ઉપયોગ રાખો અને ખાસ કરીને બીજાને તેવી બાબતોનો આદેશ કે ઉપદેશ તો આપ જ નહિ.
(૮) અનર્થદંડ વિરમણ નામનું ત્રીજું ગુણવ્રત આવે છે. શરીર, ક્ષેત્ર, મકાન, ધન, ધાન્ય, સંબંધીવર્ગ વિગેરે પરિગ્રહ નિમિત્તે જરૂરી પાપ કરવાં પડે તે અનિવાર્ય હોય છે, ધનહાનિ ઘટાડવા માટે પણ કેટલીકવાર સંકલ્પવિકલ્પ કરવાં પડે છે, સ્વજન સંબંધી આશ્રિતને માટે જરૂરી પૈસા કમાવામાં પાપ કરવાં પડે છે અને ઇંદ્રિયતૃપ્તિમાં જરા રસ લેવાઈ જાય છે. આ સર્વે અદંડ છે. પણ એ ઉપરાંત લેવા દેવા વગર પ્રાણુ અનેક નકામાં પાપો બાંધે છે તે ઉપયોગ રાખે તે છૂટી જાય. ભવિષ્યમાં શું થશે તેની ફોકટ ચિતા કરવામાં વખત ગાળ તે તદન નકામું છે, અન્યને આરંભ સમારંભ કરવાનો ઉપદેશ આપવો તે અર્થ વગરને છે, હિંસાનાં સાધનો બીજાને જ આપવા એ પણ નકામું છે અને આળસથી સુસ્ત પડ્યા રહેવું, હીંચકા ખાવાં, નાટક જેવાં, સીનેમામાં જવું વિગેરે તદ્દન નકામા હેતુ વગરનાં પાપો છે, લક્ષ્ય રાખવાથી દૂર કરી શકાય તેવાં છે. અપધ્યાનો જ એટલા પ્રકારના છે કે એને વિચાર કરતાં વર્ષો ચાલ્યાં જાય. અનિષ્ટસંગ ઈષ્ટવિયોગ અને રેગચિંતામાં પ્રાણી આ વખત નકામે ખુવાર થાય છે અને ફળ કાંઈ મળતું નથી. રાજકથા દેશકથા સ્ત્રીકથા અને ભજનની કથા કરવામાં લાભ નથી, વિષયકષાયનો વધારો છે અને હેતુ વગરનું પાપબંધન છે તેને પણ બનતો ત્યાગ કરવા આ વ્રત પ્રેરણું કરે છે.
(૯) સામાયિક વ્રત, પૂર્વોક્ત આઠે વ્રતને પુષ્ટિ કરનાર ચાર શિક્ષાત્ર છે. વચન અને કાયા સંબંધી સાવધ કર્મથી મુક્ત થઈ આ રૌદ્રધ્યાનરહિત થઈને સમભાવપૂર્વક બે ઘડિ સુધી જ્ઞાનમાં પ્રવૃત્તિ કરવી તેને સામાયિક વ્રત કહે છે. એમાં આત્માને સમતાનો લાભ
૧ વારંવાર કરવામાં આવતા હોવાથી આ શિક્ષાવત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org