________________
૧૦૮૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
નથી એવી રાજાએ મર્યાદા આંધી આપી છે અને ગોઠવણુ એવી રાખી છે કે એ સમ્યગ્દર્શન સેનાપતિ રાજપુત્રોની અત્યંત નિકટમાં રહીને અત્યંત વાત્સલ્યપૂર્વક બન્નેને વધારે છે, વિસ્તારે છે અને સ્થિર કરે છે. અગાઉના પ્રકરણમાં તને સાત તત્ત્વા જૈન સત્પુરમાં છે એમ અતાવવામાં આવ્યું હતું તે તને યાદ હશે.` જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, અંધ અને મેાક્ષ સંબંધી સંક્ષેપથી હકીકત તને ત્યાં સમજાવવામાં આવી હતી. એ સાતે તત્ત્વા સંબંધી એ મંત્રીશ્વર દૃઢ નિર્ણય કરાવે છે. એ સમજાવે છે કે એ સાત તત્ત્વમાં સર્વ વસ્તુના ન્યાયપૂર્વક સમાવેશ થઇ જાય છે અને તે સિવાય બીજી કોઇ બાબત અહાર રહી શકતી નથી. ઉપરાંત વળી તે ભવચક્ર નગરના પ્રાણીને ઉદાસીન રાખે છે, તે નગરમાંથી નીકળવાની ઇચ્છાવાળા તેને બનાવે છે, સમતા રખાવે છે, સર્વ સ્થૂળ પદાર્થોપર વિરક્ત ભાવ લાવે છે, આ સંસારપર ઉદાસીનતા ઉત્પન્ન કરે છે, સર્વ જીવાપર અનુકંપા ઉપજાવે છે અને શુદ્ધ દેવાધિદેવ પર પૂર્ણ આસ્તિકપણું લાવે છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચે મહાન ગુણા એ સમ્યગ્દર્શન સેનાપતિના રણશીંગું વગાડનારા દૂતા છે. એ ઉપરાંત પ્રાણીને તે કહે છે કે તમે સર્વ જીવા તરફ અંધુભાવ રાખેા (મૈત્રી), ગુવાનને જોઇ રાજી રાજી થઇ જાએ (પ્રમાદ ), દીન દુ:ખીને જોઇ તેનાપર દયા કરે, તેને દુઃખમાંથી બચાવવા યજ્ઞ કરો અને ભવિષ્યમાં તેનાં દુ:ખો કેમ ઓછાં થાય તેની યાજના કરા (કરૂણા) અને પાપ કરનાર તેના કર્માધીન છે, તમે તેને માટે જવાબદાર નથી, ઉપાયા કરવા છતાં પણ ન સુધરે તેા તેના તરફ તમે મધ્યસ્થ થાએ ( ઉપેક્ષા)–આવી આવી ઉત્કૃષ્ટ વિચારણાઓ જેને જૈન પરિભાષામાં ભા વનાએ' કહેવામાં આવે છે તેનાથી મનને નિરંતર સુંદર રાખે છે; વળી નિવૃતિ(મોક્ષ)નગરીએ જવાની દૃઢ ઇચ્છા ઉત્પન્ન કરાવી પ્રાણીને તે દરરોજ ઘેાડી ઘેાડી નિવૃતિનગરી તરફ કુચ કરાવે છે. સુદૃષ્ટિ-સેનાપતિપત્ની.
“ એ સમ્યગ્દર્શનની માજુમાં જે ઘણા સુંદર વર્ણવાળી અને અન્યનાં મનને પાતાની તરફ ખેંચનારી ઘણી સૌન્દર્યશાળી સ્ત્રી જેવામાં આવે છે તે સમ્યગ્દર્શન સૈન્યાધિપતિની સુદૃષ્ટિ નામની સુંદર
૧ જુએ ચાલુ પ્રસ્તાવનું પ્રકરણ ૩૧ મું. પૃ. ૧૦૩૩.
૨ સુદૃષ્ટિ:–માઠ પૈકીની પછવાડેની ચાર ષ્ટિને સુદૃષ્ટિ કહે છે. સમ્યગ્દર્શન થતાં સુદૃષ્ટિ પ્રગટ થાય છે. એના વિવેચન માટે જીએ જૈન દૃષ્ટિએ યાગ.' મિથ્યાદર્શનની કદૃષ્ટિ ભાર્યાનું વર્ણન પૃ. ૮૫૯ પર કર્યું છે તે આ સાથે સરખાવવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org