________________
૧૦૮૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રરાવ ૪ કરવા, વગર તપાસે કઈને કલંક ન ચઢાવવું-એવી સર્વ બાબતોને આ બીજા વ્રતમાં સમાવેશ થાય છે.
(૩) ત્રીજા સ્થળ અદત્તાદાન વિરમણ વ્રતમાં દીધા વગરની અન્યની વસ્તુ ઉપાડી ન લેવી એ નિયમ હોય છે. ટૂંકમાં કહીએ તે ચોરી ન કરવી, સ્થાનનો લાભ લઈ કેઈને લુંટ નહિ અથવા
પેલ વસ્તુમાં ( ડિપોઝીટ તરીકે) હેરફેર કરી મૂલ્યવાનને બદલે હલકી મૂકવી નહિ. અદત્ત ચાર પ્રકારનાં બતાવ્યાં છેઃ માલીકના આપ્યા વગર ચીજ લેવી તે સ્વામી અદત્ત, જીવવાળી (સચિત્ત) વસ્તુઓ લેવી અથવા છેવી તે જીવ અદત્ત, તીર્થકર મહારાજે જે વસ્તુઓને નિષેધ કર્યો હોય તે લેવી તે તીર્થંકર અદત્ત અને ગુરૂની રજા વગર વસ્તુ વાપરવી તે ગુરૂ અદત્ત. અહીં આ ચારમાંથી સ્વામી અદત્તને પ્રસ્તાવ છે. આ ચાર અદત્તનો સર્વથા ત્યાગ તો યતિધર્મોમાં બને, - હસ્થ તેના ત્યાગ માટે ઇચછા રાખે. બાકી ચાકરી કરતાં પોતે ગેરવાજબી કસુર કરે, ન ખાવાની લાંચ લેવાની કે ગેરલાભ આપવાની ઈચછા રાખે, પગાર ઉપરાંત વધારે લાભ લેવાની કે ખાઈ જવાની વૃત્તિ રાખે અથવા ઘરમાંની વસ્તુ પણ યોગ્ય અધિકારીને પૂછ્યા વગર લેવાની વૃત્તિ રાખે તો તે અપરાધી થાય છે. આવી નાની મટી કે નજીવી લાગતી બાબતોમાં પણ ઉપયોગ રાખવાની જરૂર છે. ચોરીનો માલ રાખ, ચોરને ઉત્તેજન આપવું, સાધનો યોજી આપવાં, ચોરને સલાહ આપવી અને ચારને આશ્રય આપ-એ સવે દોષથી, ભરપૂર છે એમ સમજવું. એ ઉપરાંત હલકી ભારે વસ્તુને ભેળ કર, ઘીમાં ચરબી નાખવી, દૂધમાં પાણી નાખવું-એ સર્વને સમાવેશ તૃતીય અવ્રતમાં થાય છે. દાણચોરી કરવી અથવા લડાઇના વખતમાં રાજ્ય દુશમન સાથે વ્યવહારવ્યાપાર બંધ કર્યા હોય છતાં તે ચલાવવા યુતિઓ ગોઠવવી એ સર્વ દોષથી ભરપૂર છે; તેમજ ખોટાં તેલ માન માપ રાખવાં એ પણ આ નિયમાનુસાર ગેરવાજબી છે.
(૪) સ્થળ બ્રહ્મચર્ય વ્રતમાં સ્ત્રીએ પુરૂષસંગ અને પુરૂષે સ્ત્રીસંગનો ત્યાગ કરવાનો છે. ગૃહસ્થ સ્વપલીનો નિષેધ આચરી શકે નહિ એટલે તે બાબત તેની ઇચ્છા ઉપર રાખવામાં આવી છે, છતાં તેમાં પણ બનતો સંકેચ કરે. આ વ્રતમાં પરસ્ત્રીગમનને નિષેધ અને
૧ ૫રીક પોતાની સ્ત્રી સિવાયની મનુષ્ય દેવતા અથવા તિર્યંચ સાથે ૫ણેલી અથવા તેની રાખેલી સ્ત્રીને ત્યાગ. જોકે અપરિગૃહીતા દેવીઓ અને તિર્યંચણીને રાખનાર તરીકે તથા પાણિગ્રહણ કરનાર તરીકે કોઇ હેતે નથી તેથી તે વેશ્યાસમાન સ્વતંત્ર છે તો પણ ૫રજાતિને ભેગવવા યોગ્ય હોવાથી તે પરસ્ત્રી જ છે, માટે તેને ત્યાગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org