________________
પ્રકરણ ૩૫]. યતિધર્મગૃહિધર્મ.
૧૦૮૧ સ્વસ્ત્રીમાં સંતોષ એ બન્ને બાબતોને સમાવેશ થાય છે. પરસ્ત્રીમાં વિધવા, વૈશ્યા, કુંવારી સ્ત્રી અને બાળાને સમાવેશ થાય છે. દેવ મનુષ્ય અને તિર્યંચની સર્વ સ્ત્રીઓ સાથે સંગસંબંધ બંધ કરવા અને તે ઉપરાંત તેમના ઉપર રાગ દૂર કરે અને બનતા સુધી નવવાડો પાળવા અહીં પ્રેરણ થાય છે. સ્વસ્ત્રીને અંગે પણ બનતા સુધી બાર તિથિએ શિયળ પાળવાનો નિયમ રાખ, દિવસે વિષય સેવ નહિ, ઉંઘતી સ્ત્રીને જગાડવી નહિ, વિષયસેવન કરતાં બોલવું નહિ અને વારંવાર વિષયની વાતો યાદ કરવી નહિ. આ પ્રમાણે કરવાથી શરીરબળ વધે છે અને સંસારભ્રમણ ઘટે છે. પરસ્ત્રીને અંગે પારકી સ્ત્રીને કે વેશ્યાને રખાયત તરીકે પણ રાખવી નહિ, અનંગક્રડા કરવી નહિ, કામવિલાસનાં આસનાદિ કરવા નહિ, પારકા વિવાહ જેડવા નહિ, તીવ્ર રાગ કેઈપર ધારણ કરવો નહિ. આ વિષયસેવન થોડા વખત ચાલે છે પણ તેમાં ચિત્તની એકતા વધારે થવાથી કર્મબંધ બહુ આકરે અને ચીકણે થાય છે તેથી તેના સંબંધમાં વધારે સાવધાન રહેવાની જરૂર છે. એ બાબતમાં જેમ જેમ વધારે લક્ષ્યપૂર્વક ત્યાગભાવ કરવામાં આવે છે તેમ તેમ વધારે આનંદ થાય છે અને કદાચ શરૂઆતમાં જરા ક્ષેભ લાગે છે તે પણ આખરે તેથી બહુ ઉચ્ચ રસની જમાવટ થાય છે. પરસ્ત્રી માટે ભ્રમણ કરવાથી લેકમાં આબરૂ જાય છે, તે રસવાળા માણસને ઘરમાં દાખલ કરતાં અન્ય સંકેચાય છે અને તેનું જીવન ભારરૂપ થઈ પડે છે. સ્વસ્ત્રી જેવી હોય તેવીને દેવીનું સ્થાન આપવું, તેમાં પણ રાગ કરતાં સહધમપણને ભાવ વિશેષ આરોપો અને સર્વથા બ્રહ્મચર્ય પાળવાની ભાવના રાખવી. આ ચતુર્થ ગૃહસ્વધર્મ છે.
(૫) સ્થળ પરિગ્રહ પરિમાણ વ્રત, આ પંચમ ગૃહસ્થવતમાં પિતાની મિલ્કતનું પરિમાણ કરવાને ઉપદેશ છે. નવા પ્રકારનો પરિગ્રહ કહ્યો છેઃ (ક) ધન-તેમાં સોના રૂપાના સિક્કા, નોટ લેન શેર વિગેરે રેકડ મિલ્કતનો સમાવેશ થાય છે. (ખ) ધા સર્વ પ્રકારના અનાજ દાણાનો સંગ્રહ. (ગ) ક્ષેત્ર-ખેતર વાડીઓ બાગ બગીચા (ઘ) વાસ્તુ–સ્થાવર મિલકત. એમાં ઘર દુકાન હવેલી ભોંયરા વિગેરેને
૧ ધના ધનના ચાર પ્રકાર છે: ગણિમઃ ગણીને વસ્તુ લેવામાં આવે છે, જાયફળ સેપારી વિગેરે, ધરિમઃ તળીને જે વસ્તુઓ લેવામાં આવે તે, ગોળ વિગેરે, મેયઃ માપીને જે વસ્તુઓ લેવામાં આવે છે, તેલ લવણ વિગેરે, પારિધિ પારખીને જે વસ્તુઓ લેવામાં આવે તે, રત મેતી હીરા વસ્ત્ર વિગેરે. સીકાનો સમાવેશ આ ચેથા વિભાગમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org