________________
પ્રકરણ ૩૫] યતિધર્મ-ગૃહિધર્મ.
૧૦૭૧ વિગેરે ગ૭ ધુરંધરે હોય અથવા શરીરે અશક્ત હોય, ઉમરે નાના અથવા વૃદ્ધ હોય, મોટી તપસ્યા વિગેરે કરતા હોય તેમની ખાસ સેવા ચાકરી કરવી, તેમની જરૂરી આત પૂરી પાડવી, તેમની વારંવાર ખબર અંતર રાખવી
એ સર્વને “વિયાવચ” કહેવામાં આવે છે. એ વૈ” (ગ) જ્ઞાનથી જાણેલા પદાર્થની ભાવના કરવી તે ભાવના વિનય. (ધ) જ્ઞાનનું વિધિપૂર્વક ગ્રહણ કરવું તે વિધિગ્રહણ વિનય.
(ડ) જ્ઞાનને સારી રીતે અભ્યાસ કરવો તે અભ્યાસ વિનય. ૨ દર્શન વિનયના મુખ્ય બે પ્રકાર છે. (ક) સુશ્રુષા વિનય અને (ખ) અનાશાતના વિનય.
તે પૈકી (ક) શુશ્રુષા સાધુ અથવા સ્વધમાની કરવી એટલે તેમને સત્કાર કરવો, તેમને આવતાં જોઈ આસનેથી ઊભા થવું, તેમને પૂજવા, તેમને ઊંચા આસન ઉપર બેસાડવા, તેમની વંદના કરવી
એ સર્વને સમાવેશ થાય છે. (ખ) અનાશાતના વિનયમાં તીર્થકર, ધર્મ, ધર્માચાર્ય, વાચક, સ્થવિર
સાધુઓ, કુલ, ગણ, સંધ અને એક મંડળી તથા ક્રિયા વિગેરે તેર પદ ઉપર કહ્યા છે તેમની બાહ્ય સેવા, આંતર બહુમાન અને
ગુણગ્રહણ કરવા એને સમાવેશ થાય છે. ૩ ચારિત્રને વિનય પાંચ પ્રકારે છે. પાંચ પ્રકારના ચારિત્ર જેનું વર્ણન ઉપર થઇ ગયું છે તેની સહણ કરવી
તેમને આદરવા અને અન્ય પાસે તેની પ્રરૂપણ કરવી. ૪-૬ ત્રણ પ્રકારના યોગને વિનય. આચાર્ય આદિ વડીલ પુરૂષોને સર્વ કાળે મન વચન કાયાથી વિનય કરવો એટલે મનથી તેમનું ખરાબ ચિંતવવું નહિ, વચનથી તેમની નિંદા કરવી નહિ અને શરીરથી તેમની વિરૂદ્ધ ખરાબ વર્તણુકે વર્તવું નહિ અને
મનવચનકાયાથી તેમની ભક્તિમાં વર્તવું. ૭ લેકેપચાર વિનય સાત પ્રકારે છે.
(ક) ગુરૂ વડીલ વિગેરેની સમીપ વસવું, તેમની સેવામાં હાજર રહેવું. (ખ) આરાધ્ય પુરૂષની ઈચ્છા અનુસાર પ્રવૃત્તિ કરવી. (ગ) ઉપકારનો બદલો પ્રત્યુપકારથી આપ. (૫) ભોજનાદિ આપવાં. (ડ) માંદા અથવા નબળાની ઔષધ આદિથી સેવા કરવી. (૨) દેશકાળ ઉચિત ક્રિયા કરવી. (૭) વડીલનું કાર્ય કરતાં તેમાં હોં રાખવી, માથાપરથી વેઠ કાઢવા
ખાતર તે કરવું નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org