________________
૧૭૭૨
ઉપમિતિ ભવપ્રથચા થા. નામને ઉત્તમ મનુષ્ય પાંચ આશ્રવનું ઢાંકણું કરીને મુનિવર્ગને શાંત બેધથી આકુળતા વગરના બનાવી દે છે, પાંચ ઇંદ્રિયો ઉપર મજબૂત કાબુ રખાવી તે તેમને બીલકુલ સ્પૃહા ઈચ્છા વગરના અને ચાલુ સ્થિતિમાં સંપૂર્ણ સંતોષવાળા રાખે છે, કષાયતાપને શાંત કરાવીને ચિત્તને એવું સુંદર બનાવી દે છે કે જાણે તેને નિર્વાણ ન થઈ ગયા હોય તેવું સારું તે લાગે છે અને યોગ ઉપર કાબુ અપાવીને તે સર્વ મુનિને ઘણું જ મનહર બનાવી દે છે. અને એવી રીતે એ સંયમ નામને છ મનુષ્ય પોતાના બળથી મુનિઓને તિસમુદ્રમાં તરબોળ રાખે છે.'
અથવા ટુંકામાં કહીએ તે પૃથ્વી, પાણું, અગ્નિ, પવન વનસ્પતિ તેમ જ બે, ત્રણ, ચાર અને પાંચ ઇદ્રિયવાળા સર્વ પ્રાણીઓની મન, વચન કાયાથી કરવા, કરાવવા અનમેદવા રૂપ કઈ પણ પ્રકારની આરંભાદિકથી હિંસા કરવાને તે સ્પષ્ટ નિષેધ કરે છે. (એ નવ પ્રકારને જીવસંયમ છે. એ નવે પ્રકારના જીવોને મન વચન કાયાથી કઈ પણ પીડા ઉપાધિ અથવા તેનો નાશ કરવાથી દર રહેવું એ છવ સંયમ છે) એ ઉપરાંત જીવ વગરની છેસ્તુઓ પુસ્તકાદિને પણ પ્રતિલેખન પ્રમાર્જના વિગેરે
૧ આ સંયમના સત્તર પ્રકાર થયા. એમાં પાંચ આશ્રવત્યાગ, પાંચ ઇકિપર કાબુ, ચાર કષાયપર વિજય અને ત્રણ ગેપર અંકુશને સમાસ થાય છે.
૨ હવે સંયમ સત્તર પ્રકારે બીજી રીતે વર્ણવે છે. આ અર્થ વિસ્તારથી કર્યો છે. પ્રવચન સારોદ્ધાર દ્વાર ૬૫ માંથી તે અવતરેલ છે. મૂળમાં તો સત્તર ભેદ છે. એવું સમજાય તેમ પણ નથી. સત્તર ભેદ નીચે પ્રમાણે થશે. ૧-૯ છવ સંયમ (પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, બે ત્રણ ચાર પાંચ
ઇંદ્રિયવાળા છો વિષે હિંસાવિરતિ.) ૧૦ અજીવ સંયમ. ૧૧ પ્રેક્ષા સંયમ. ૧૨ ઉપેક્ષા સંયમ. ૧૩ પ્રમાર્જના સંયમ, ૧૪ પરિઝાપના સંયમ. ૧૫ મન:સંયમ, ૧૬ વચન સંયમ, ૧૭ કાર્ય સંયમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org