________________
પ્રભુ ૩૫]
અતિધર્મ-ગૃહિધર્મે.
૧૦૦૩
બાબતાને પણ એમાં સમાવેશ થાય છે. આવી રીતે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ એ અંતરંગ રક્ષકા છે. છ આહ્ય અને છ અંતરંગ રક્ષકા પ્રાણીના સંબંધમાં કેવી ચેષ્ટા કરે છે, એ તપાયેાગ પ્રાણીને શું શું કરી બતાવે છે, તે સંબંધી હકીકત તને ઘણી જ ટુંકામાં કહી સંભાળાવી. બાકી જો એનું ખરાઅર સંપૂર્ણ વર્ણન કરવામાં આવે તેા તે એનેા છેડો કદિ આવે તેમ નથી.
૬. સંયમ, કૃતિધર્મ યુવરાજની આસપાસ જે દશ મનુષ્યો બેઠેલા જણાય છે તેમાં ત્યાર પછી જે છઠ્ઠો મનુષ્ય દેખાય છે તે સંયમના નામથી સારી રીતે પ્રસિદ્ધિ પામેલા છે, અને મુનિજનેાને તે બહુ જ વલ્લભ લાગે છે. આ સંયમ નામના ઉત્તમ મનુષ્યની આજુબાજુ વળી સત્તર આદમીએ વિટળાઇને બેઠા છે એ સર્વ સુંદર જૈનપુરમાં શું શું કરે છે અને કેવા આનંદ કરી બતાવે છે તે ટુંકામાં તારી પાસે નિવેદન કરૂં છું. એ સત્તરમાંના પ્રથમના પાંચ મનુષ્યોને આશ્રવપિધાન ( આશ્રવને ઢાંકનાર ) તરીકે ઓળખવામાં આવે છે. સર્વ જીવવધથી વિરમી જવું ( પ્રાણાતિપાત વિરતિ ), સર્વદા હિત મિત સત્ય વચન બેલવું ( મૃષાવાદ ત્યાગ ), પારકી-અન્યની માલેકીની અથવા માલેકી વગરની કહેવાતી વસ્તુને બીજાએ આપ્યા વગર લેવાને ત્યાગ કરવા (અદત્તાદાન ત્યાગ ), સ્ત્રીસંગને સર્વથા ત્યાગ (મૈથૂન વિરમણ ) અને ઘરબાર માલમિલ્કતના સ્વામીત્વને તજી દેવું, પેાતાની કાઇ વસ્તુ કે શરીર છે એવી માન્યતા પણ ન રાખવી ( પરિગ્રહ વિરતિ ). આવી રીતે પાંચ આશ્રવપિધાને સંયમની આજુબાજુ બેઠેલા છે. ત્યાર પછી બીજા પાંચ મનુષ્યેા બેઠેલા દેખાય છે તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને અવાજ રૂપ પાંચે ઇંદ્રિયા ઉપર મજબૂત કાણુ અપાવે છે અને તેમને જરા પણ જોર કરવા દેતા નથી. ત્યાર પછી બીજા ચાર મનુષ્યા છે તે ક્રોધ, માન, માયા અને લાભ ઉપર મજબૂત કાબુ અપાવે છે, તેમને જોર કરવા દેતા નથી અને છેલ્લા ત્રણ મનુષ્યેા એ સત્તરમાં દેખાય છે તે મન વચન અને કાયાના સર્વ યેાગે ઉપર મજબૂત કાપ્યુ અપાવે છે. એવી રીતે એ સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org