________________
૧૦૭૨
ઉપામતિ ભવપ્રપંચા થા.
પ્રસ્તાવન
વચ્ચે નામના અંતરંગ રક્ષકના દશ પ્રકાર છે.' ત્યાર પછી ચેાથા અંતરંગ રક્ષક દેખાય છે તેને ‘સ્વાધ્યાય’ કહેવામાં આવે છે. અભ્યાસ કરવામાં જેટલો વખત એકાગ્રતા થાય છે તેટલા વખત નવીન કર્મબંધ અટકે છે એટલું જ નહિ પણ એથી બંધાયેલ કર્મો દૂર થાય છે. કોઇ પણ મામત વાંચવી તેને વાચના કહેવામાં આવે છે, તેને માટે પૂછપરછ સવાલ જવાબ ચર્ચા કરવા તેને પૃચ્છના કહે છે, વાંચેલ ભણેલ મામા વિચારી જવી, તેની પુનરાવૃત્તિ કરવી તેને પરાવર્તના કહે છે, તે સંબંધી મનમાં ખરાખર ઉહાપાહ કરવા અર્થનિર્ણય કરવા તેને અનુપ્રેક્ષા કહે છે અને ધમૅચર્ચા તથા કથાવિનાદ કરવા તેને ધર્મકથા કહે છે. સ્વાધ્યાય' નામના રક્ષકના એ પાંચ પ્રકાર છે.' ત્યાર પછી જે પુરૂષ દે ખાય છે તે ધ્યાનના નામથી ઓળખાય છે. એના ધર્મધ્યાન અને શુકલધ્યાન એવા બે પ્રકાર છે. ધ્યાનથી ખાસ એકાગ્રતા થાય છે, વૃત્તિપર કાબુ આવે છે અને મનની અસ્તવ્યસ્ત ભ્રમણુતા અટકી જાય છે. ત્યાર પછી જે છેલ્લો રક્ષક પુરૂષ દેખાય છે તે પણ અંતરંગ સામ્રાજ્યમાં વર્તે છે અને તે પ્રાણીઓને પેાતાના ગણુ ઉપર, પેાતાની ઉપધિ ( સાધુઓને વાપરવાની ચીજો) ઉપર અને પેાતાના શરીર ઉપર તથા આહાર ઉપર પણ સ્પૃહા વગરના બનાવે છે અને ચેાગ્ય વખત આવે છે ત્યારે પ્રેરણા કરીને એ સર્વે બાહ્ય વસ્તુઓના ત્યાગ કરાવે છે. એ ઉત્સર્ગ'ના નામથી ઓળખાય છે. કર્મે ક્ષય માટે વારંવાર એકાગ્ર ધ્યાને કાઉસગ્ગ કરવા વિગેરે
૧ વૈયાવચ્ચઃ દશ પ્રકારના વૈયાવચ્ચથી નીચે પ્રમાણે છે: (૧) આચાર્યું. (૨) ઉપાધ્યાય. (૩) સ્થવીર સાધુ. (૪) તપવા. (૫) રાગી. (૬) નવ દીક્ષિત શિષ્ય. (૭) સ્વધર્માં બંધુ. (૮) કુળ સમાન. (૯) ગણુ સમાન. (૧૦) સંધ સમાન. એ દર્શને ભેાજન, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ વિગેરે લાવી આપીને તેમની ચથાયેાગ્ય સેવના કરવી તે દશ પ્રકારના વૈયાયા છે.
૨ સ્વાધ્યાયઃ વાચના, પુના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા જેનું વિવેચન ઉપર કર્યું છે તે સઝાયધ્યાનના પાંચ પ્રકાર છે. અભ્યાસ એ આંતરંગ તપ છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.
૩ ધર્મધ્યાન શુકલધ્યાનના ભેદો માટે જીએ જૈનદૃષ્ટિએ યોગ પૃ. ૧૪૪-૧૮૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org